Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

વડોદરા:વડસર ગામે પશુપાલનનો વ્યવસાય કરતા યુવાન સાથે હુમલાખોરોએ ઝઘડો કરી માર મારતા યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા:વડસર ગામે પશુપાલનનો વ્યવસાય કરતા યુવાન સાથે હુમલાખોરોએ ઝઘડો કરી માર મારતા યુવાનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.જે અંગે યુવાને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડસર ગામ દરજી ફળિયામાં રહેતા અન  પશુપાલનનો વ્યવસાય  કરતા અજય ભલાભાઇ ભાલિયાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે,ગત તા.૮ મી ના રોજ હું મારા ઘરના પાછળના વાડામાં જ્યાં અમારી ભેસો અન ઢોર બાંધી  રાખીએ છે.ત્યાં રાતે સુઇ ગયો હતો.રાતે અગિયાર વાગ્યે અચાનક હું જાગી ગયો હતો.મેં જોયુ તો વડસર ગામમાં રહેતો મુકેશ ઉર્ફે ગોગો તથા નાનાભાઇ ઉર્ફે નોન મારા વાડાની નજીકમાં કંઇક છુપાવતા હતા.જેથી,મેં તેઓને કહ્યું કે,અહીંયા મારા વાડા પાસે કંઇ છુપાવતા નહી,તમે અહીંયાથી દૂર જતા રહો.આ સાંભળીને તેઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા.અને ગાળો બોલી જતા રહ્યા હતા.થોડીવારમાં તે બંને ની સાથે અજય નથ્થુભાઇ ભાલિયા,વિશાલ ઉર્ફે કાગડો અને મનિષ આવ્યા હતા.અને મને  ગાળો બોલીને કહેવા લાગ્યા  હતા  કે,તેં અમારા માણસો સાથે કેમ માથાકૂટ કરી ?આજે તને ઠીક કરવો  પડશે તેમ કહીને આ પાંચ તથા તેમની સાથે આવેલા અન્ય  હુમલાખોરોએ મને માર માર્યો હતો.મેં બૂમાબૂમ કરતા મારી માતા હીરાબેન અને  ભાઇ વિજયે વચ્ચે પડીને મને વધુ મારથી બચાવ્યો હતો.મને ઇજા થઇ હોય હું સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો છું.

(6:24 pm IST)