Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

૧૪મીની હડતાલ મોકુફઃ આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય રાજ્યના નર્સિંગ કર્મચારીઓના એલાઉન્સમાં ૧૩૦ ટકાનો વધારો

ગુજરાતના યુનાઇટેડ નર્સિંગ ફોરમના ૧૫ હજાર જેટલા કર્મચારીઓના પ્રશ્નોનું સુખદ નિવારણ : હવે રૂપિયા ૩૦૦૦નું નર્સિંંગ એલાઉન્સ ૧ જુલાઇથી અપાશેઃ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલની જાહેરાતઃ આગામી સમયમાં ૨૦૦૦ જેટલી સ્ટાફ નર્સની ભરતી પણ કરવામાં આવશે

(અશ્વિન વ્યાસ) ગાંધીનગર તા. ૧૧: ગુજરાત રાજ્યના યુનાઇટેડ નર્સિંગ ફોરમના ૧૫ હજાર જેટલા નર્સિંગ કર્મચારીઓના પ્રશ્નોનો નિવેડો આવી જતાં હવે ૧૪મીએ રાજ્યભરની સિવિલ હોસ્પિટલના નર્સિંગ કર્મચારીઓ, સ્ટુડન્ટ જે હડતાલ પાડવાના હતાં તે મોકુફ રાખવામાં આવી છે.  નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યની તમામ ર્નસિંગ કર્મચારીઓના ર્નસિંગ એલાઉન્સમાં રૂપિયા ૧૭૦૦નો એટલે કે ૧૩૦ ટકા જેટલો માતબર વધારો કરી રૂપિયા ૩૦૦૦નું ર્નસિંગ એલાઉન્સ આગામી તારીખ ૧ જુલાઇ ૨૦૨૧થી આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે. જેનો લાભ ૧૫૦૦૦ થી વધુ ર્નસિંગ કર્મચારીઓને થશે.

ે ગાંધીનગર ખાતે યુનાઇટેડ ર્નસિંગ ફોરમની માંગણીઓ સંદર્ભે નાયબ મુખ્યમંત્રીનીતિનભાઇ પટેલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, નાણા વિભાગના સચિવ મીલીંદ તોરવણે અને ફોરમના પ્રમુખ દિપકમલભાઇ વ્યાસ, સલાહકાર ઇકબાલભાઇ કડીવાલા, તેજલ દેસાઇ, મૌલિ સરવૈયા, જ્યોત્સનાબેન ચૌધરી, જયેશ અંધારીયા, ટ્વીંકલ ગોહીલ, વિક્રમ પટેલ તથા આરતી પરમાર સહિતના -તિનિધિઓ સાથે યોજાયેલ બેઠકમાં ફોરમનાં પ્રશ્નલ સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા થઇ હતી ફોરમના પ્રતિનિધિઓએ એલાઉન્સ વધારા સહિતના અન્ય -પ્રશ્નોના નિકાલ અંગે સંતોષ વ્યકત કર્યો છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યના નાગરિકોને ત્વરિત આરોગ્ય સવલતો મળી રહે અને આરોગ્ય વિભાગમાં વધુ માનવબળ જોડાય તે માટે ૨૦૦૦ જેટલી સ્ટાફ નર્સોની ભરતી કરવાની મંજૂરી આરોગ્ય વિભાગ દ્વારા આપી દેવાઇ છે જેની પરીક્ષા આગામી ૨૦ મી જુન, ૨૦૨૧ ના રોજ જી.ટી.યુ. દ્વારા લેવાનાર છે. પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ તમામ વહીવટી કામગીરી પૂર્ણ કરી સત્વરે આદેશો કરવામાં આવશે. તેમણે ઉમેર્યુ કે, યુનાઇટેડ ર્નસિંગ ફોરમ દ્વારા બઢતી-બદલી સહિતના અન્ય -પ્રશ્નો અંગે પણ રાજ્ય સરકાર હકારાત્મક અભિગમ થકી સત્વરે નિર્ણય લેશે.

(3:29 pm IST)
  • ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પુરી થવાના આરે - આજે ઘણા મહિને રાજ્યમાં 500ની અંદર નવા કોરોના કેસ નોંધાયા : રાજ્યમાં નવા કોરોના કેસ ઘટીને આજે ફક્ત 481 નોંધાયા અને સામે 1526 દર્દીઓ સાજા થયા : આ સાથે આજે રાજકોટ શહેર - જિલ્લામાં પણ કોરોના થાક્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 24 અને ગ્રામ્યના 10 કેસ સાથે કુલ ફક્ત 34 નવા કોરોના ના કેસ નોંધાયા : અને સાથે રાજકોટ શહેર - જિલ્લામાં આજે કુલ 41 દર્દીઓ સાજા થયા access_time 7:46 pm IST

  • એક લાખ કરોડ રૂપિયાના IL&FS કૌભાંડમાં માસ્ટર માઈન્ડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસ પૂર્વ ચેરમેન રવિ પાર્થશારથીની ધરપકડ : ચેન્નાઈ પોલીસની અપરાધ શાખા એ ધરપકડ કરી :ઈકોનોમિક ઓફિસ (EOW)એ કહ્યું કે પૂર્વ ચેરમેન રવિ પાર્થસારથીના નેતૃત્વમાં IL&FS ફ્રોડ કરવાનું મુખ્ય મથક બની ગયું હતું. access_time 12:41 am IST

  • આખરે ટીએમસી માંથી ભાજપમાં શામેલ થયેલ બંગાળના દિગ્ગજ નેતા મુકુલ રોયની ઘર વાપસી થઈ : ફરી ટીએમસીમાં જોડાયા : ભાજપ માટે શરમજનક ઘટના : હજુ ઘણાં ધારાસભ્યો સહિત ભાજપના નેતાઓ પણ તેમની મૂળ પાર્ટી ટીએમસીમાં પાછા જાય તેવી સંભાવના : CM મમતા બેનર્જી બપોરે 3.30 વાગ્યે ટીએમસી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે તેમ જાણવા મળે છે. (ન્યુઝફર્સ્ટ) access_time 2:42 pm IST