Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

હેલ્લો હું આરડીબીઍલ બેન્કમાંથી નેહા શર્મા બોલુ છુ તેમ કહીને સુરતની બેન્કના ડેપ્યુટી મેનેજરના પિતાના ખાતામાંથી ૭૮ હજાર ઉપાડી લીધા

સુરત: હેલ્લો હું આર.ડી.બી.એલ બેંકમાંથી નેહા શર્મા બોલું છું!!! તમારા ક્રેડીટ કાર્ડમાં હેલ્થ ઇન્શોરન્સ ચાલુ થયો છે અને તેનો ૩૦૦ રૂપિયા ચાર્જ થશે. તેમ જણાવી સુરતમાં બેંકના ડેપ્યુટી મેનેજરના પિતાના બેંક ડીટેલ અને ઓટીપી મેળવી ૭૮,૨૨૦ રૂપિયાનું ટ્રાંજેકશન થઇ ગયું હતું.

આ બનાવ અંગે ડેપ્યુટી બેંક મેનેજરના પિતાએ સુરતના ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે સુરત પોલીસે થોડા દિવસો અગાઉ આ પ્રકારે ઠગાઈ કરતી ગેંગને ઝડપી પાડી હતી.

સુરતમાં ઘણા લોકોને આર.ડી.બી.એલ બેંકમાંથી અધિકારીઓની ઓળખ આપી ક્રેડીટ કાર્ડમાં હેલ્થ ઇન્શોરન્સ બંધ કરાવવાના નામે બેક  ડીટેલ મેળવી તેમજ મોબાઈલમાં ઓટીપી મોકલી રૂપિયા ઉપાડી લેવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં આવી જ એક વધુ ઘટના સામે આવી છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી કૃષ્ણાપાર્ક સોસાયટીમાં રહેતા ૫૩ વિષ્ણુકુમાર દેવીપ્રસાદ શર્મા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓનો પુત્ર સુરતની બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત તારીખ ૦૧/૦૫/૨૦૨૧ના રોજ વિષ્ણુકુમાર દેવીપ્રસાદ શર્મા નોકરી પર હાજર હતા તે વેળાએ તેઓના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો.

ફોન કરનારે જણાવ્યું હતું કે હેલ્લો હું આર.ડી.બી.એલ બેંકમાંથી નેહા શર્મા બોલું છું તમારા ક્રેડીટ કાર્ડમાં હેલ્થ ઇન્શોરન્સ ચાલુ થયેલ છે અને તેનો ૩૦૦ રૂપિયા ચાર્જ થશે. અને તે ચાર્જ ક્રેડીટ કાર્ડમાં એડ થઇ જશે.

જો કે વિષ્ણુકુમારે કોઈ હેલ્થ ઇન્શોરન્સ ચાલુ કરાવ્યો ન હોય તેઓએ હેલ્થ ઇન્શોરન્સ બંધ કરવાની વાત કરી હતી. જેથી ફોન કરનાર નેહા શર્માએ જણાવ્યું હતું કે તેના માટે તમારે બેંક ડીટેલ આપવી પડશે અને તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે તે આપવો પડશે. આમ નેહા શર્મા નામની મહિલાએ વિષ્ણુકુમારને વાત કરી વિશ્વાસમાં લઇ લીધા હતા.

ફોન ચાલુ હતો ત્યાં જ પૈસા ઉપડી ગયા

વિષ્ણુકુમારે કોઈ હેલ્થ ઇન્શોરન્સ ચાલુ કરાવ્યો ન હોય તેઓએ હેલ્થ ઇન્શોરન્સ બંધ કરવાની વાત કરી હતી. જેથી ફોન કરનાર નેહા શર્માએ તેઓના ક્રેડીટ કાર્ડની ડીટેલ લઇ લીધી હતી.અને તેઓ ફોન પર વાત કરી રહ્યા હતા ત્યાં એક ઓટીપી મોકલ્યો હતો અને ફોન ચાલુ જ હતો ત્યાં તેઓના બેંક ખાતામાંથી ૭૮,૨૨૦ રૂપિયાનું ટ્રાન્જેકશન દક્ષીણ ગુજરાત વીજ કંપનીના બીલમાં થઇ ગયું હતું.

જો કે આ અંગે વિષ્ણુકુમારે નેહા શર્મા નામની મહિલાને વાત કરી હતી. જેમાં નેહા શર્માએ જણાવ્યું હતું કે હજુ એક ઓટીપી આવશે અને ક્રેડીટ કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા શરુ છે એમ કહ્યું હતું. જો કે વિષ્ણુ કુમારે તે સમયે ફોન કટ કરી દીધો હતો. અને સમગ્ર મામલે આજરોજ ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે અગાઉ આવી જ ગેંગને ઝડપી પાડી હતી

ઉલ્લેખનીય છે કે આર.ડી.બી.એલ બેંકમાંથી વાત કરતા હોવાનું કહી ક્રેડીટ કાર્ડની વિગત મેળવી વીજ બીલ ભરતી ગેંગને સુરત પોલીસે ઝડપી પાડી હતી. અને આ મામલે પોલીસે હજુ પણ ઊંડાણપૂર્વક તપાસ શરુ કરી છે. પરંતુ સુરતમાં હજુ પણ આ પ્રકારે ઓનલાઈન ફ્રોર્ડનો શિકાર લોકો બની રહ્યા છે. ત્યારે લોકોને પણ આવા ભેજાબાજોથી સાવધાન રહેવાની તાતી જરૂર છે.

(4:58 pm IST)
  • એક લાખ કરોડ રૂપિયાના IL&FS કૌભાંડમાં માસ્ટર માઈન્ડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસ પૂર્વ ચેરમેન રવિ પાર્થશારથીની ધરપકડ : ચેન્નાઈ પોલીસની અપરાધ શાખા એ ધરપકડ કરી :ઈકોનોમિક ઓફિસ (EOW)એ કહ્યું કે પૂર્વ ચેરમેન રવિ પાર્થસારથીના નેતૃત્વમાં IL&FS ફ્રોડ કરવાનું મુખ્ય મથક બની ગયું હતું. access_time 12:41 am IST

  • રાજસ્થાનના કલાકારો માટે ગેહલોત સરકારનો મોટો નિર્ણય : આર્થિક રીતે નબળા કલાકારોની મદદ મળશે : 5 હજાર રૂપિયાની વન-ટાઇમ સહાય આપવામાં આવશે : કલાકાર કલ્યાણ ભંડોળ તરફથી સહાય આપવામાં આવશે : 2 હજાર જરૂરિયાતમંદ કલાકારોને સહાય મળશે access_time 9:44 pm IST

  • ખૂબ જલ્દી કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની તૈયારી : પીએમ મોદીની ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને જેપી નડ્ડા સાથેની બેઠક મોડી રાત્રે પુરી થઈ : પીએમ મોદી કાલે ધર્મેંદ્ર પ્રધાન, નરેન્દ્ર સિંહ તોમર, ગજેન્દ્ર સિંહ શેખાવત, મહેન્દ્ર નાથ પાંડેય, હરદીપ પુરીની સાથે તેમની સાથે સંબંધિત મંત્રાલયોના કામોની સમીક્ષા કરશે : કેબિનેટમાં બહુ મોટા પરિવર્તનો તુરંત માં થશે તેમ PMO ના સુત્રો થકી જાણવા મળે છે (ન્યૂઝફર્સ્ટ) access_time 11:41 pm IST