Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

વડોદરામાં કબડ્ડી પ્લેયર યુવતિ ઉપર દુષ્કર્મ આચરતા આપઘાતઃ ‘પપ્પા મને મારી ભુલ સમજાઇ ગઇ છે, આઇ લવ યુ પપ્પા’ યુવતિઍ વીડિયો શેર કર્યો

વડોદરા: વડોદરામાં 19 વર્ષીય કબડ્ડી પ્લેયર અને યુવતીએ આપઘાત કર્યો છે. સયાજીપુરા વિસ્તારમાં રહેતી યુવતી પર મિત્રએ જ દુષ્કર્મ કરતાં તેણે આઘાતમાં આવીને  આપઘાત કર્યો છે. લક્ષ્મીપુરામાં ભાડાના મકાનમાં રહેતી યુવતીએ તેના ત્રણ મિત્રો સાથે દારૂની પાર્ટી યોજી હતી. યુવતીએ આપઘાત કરતા પહેલા પોતાની આપવીતીનો વીડિયો બનાવ્યો હતો.

બન્યું એમ હતું કે, લક્ષ્મીપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી 19 વર્ષીય યુવતીએ ગુરુવારે સવારે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બપોરે તેના પરિવારજનોને જાણ થતા તેમણે પોલીસને આ વિશે જાણ કરી હતી. હોસ્પિટલમાં લઈ જવાતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. જોકે, પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો કે, આ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું હતું.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, યુવતી એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. તે સયાજીપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી. સાથે જ તે કબડ્ડી પ્લેયર પણ હતી. મંગળવારે સાથી કમર્ચારી અને મિત્ર એવા 2 યુવક અને એક યુવતી સાથે તેની રૂમ પર ડ્રિન્ક્સ પાર્ટી રાખી હતી. જેના બાદ નશાની હાલતમાં યુવતીએ ભાન ગુમાવ્યું હતું. જેથી તેના મિત્ર દિશાંત કહારે આ સમયનો ફાયદો ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભાનમાં આવ્યા બાદ યુવતીને આ વાતની જાણ થતા તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. દુષ્કર્મની ઘટના બાદ તે આઘાતમાં આવી ગઈ હતી. તેણે પોતાની મિત્રને પણ આ વાતની જાણ કરી હતી. જેથી તેણે પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી. તેના બાદ શુક્રવારે સવારે તેણે નજીકમાં રહેતા પિતાને ઘરે જઇ આપઘાત કરી લીધો હતો.

આપઘાત પહેલા વીડિયો બનાવ્યો

યુવતીએ આપઘાત પહેલા આપવીતીનો વીડિયો બનાવ્યો હતો. તેમજ યુવતી પાસેથી પોલીસને સુસાઈડ નોટ પણ મળી આવી હતી. તેણે આપઘાત પૂર્વે બનાવેલા વીડિયોમાં પિતાને સંબોધી કહ્યું હતું કે, પપ્પા મને મારી ભૂલ સમજાઇ ગઇ છે, આઇ લવ યુ પપ્પા.

લક્ષ્મીપુરા પોલીસે યુવતીના બંને મિત્રો દિશાંત કહાર અને નઝીર મિર્ઝાની ધરપકડ કરી છે. જોકે, બીજી તરફ પિતાએ ન્યાય ન મળે ત્યાં સુધી દીકરીનો મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો હતો.

(5:01 pm IST)
  • RBI મોટો નિર્ણય : એટીએમ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધાર્યો : એકવાર મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂરી થઈ ગયા પછી, ગ્રાહકોને બીજા દરેક એટીએમ ટ્રાન્ઝેક્શન દીઠ 21 રૂપિયા ચાર્જ લેવામાં આવશે, આ સાથે 01 જાન્યુઆરી 2022 થી આ ચાર્જ પર ટેક્સ પણ વસુલાશે તેમ જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 8:12 pm IST

  • મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ ચૂક્યું છે અને માયનાગરી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે. શુક્રવારે પણ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે દિવસભર ભારે વરસાદ પડી શકે છે. રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે મુંબઈના પરા મલાડ (પશ્ચિમ) માં ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 12 લોકોનાં મોત અને સાત ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. બીજી ઘટનામાં, ગુરૂવારે સાંજે દહિસર વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. access_time 9:31 am IST

  • આખરે ટીએમસી માંથી ભાજપમાં શામેલ થયેલ બંગાળના દિગ્ગજ નેતા મુકુલ રોયની ઘર વાપસી થઈ : ફરી ટીએમસીમાં જોડાયા : ભાજપ માટે શરમજનક ઘટના : હજુ ઘણાં ધારાસભ્યો સહિત ભાજપના નેતાઓ પણ તેમની મૂળ પાર્ટી ટીએમસીમાં પાછા જાય તેવી સંભાવના : CM મમતા બેનર્જી બપોરે 3.30 વાગ્યે ટીએમસી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે તેમ જાણવા મળે છે. (ન્યુઝફર્સ્ટ) access_time 2:42 pm IST