Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

નવસારી : નેશનલ હાઇવે 48 પર બે ટ્રકને નડ્યો અકસ્માત.

ચીખલી નજીકના બલવાળા ગામ પાસે ટ્રકો બે ટ્રક સામસામે ભટકાઈ : ટ્રક ઉંધી પડતા ટ્રકમાં ભરેલી બકરાઓ હાઇવે પર પડ્યા: સ્થાનિક લોકોએ બકરા ની ચલાવી લૂંટ.

નવસારી : નેશનલ હાઇવે 48 પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે ચીખલી નજીક ના બલવાળા ગામ પાસે ટ્રકોને અકસ્માત નડ્યો છે

મળતી વિગત મુજબ મુંબઈ તરફ બકરા લઈ ને જતી વેળાએ ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બે ટ્રક સામસામે ભટકાઈ હતી બે ટ્રક સામ સામે ભટકાતા બકરા લઈને જતી ટ્રક ઉંધી પડતા ટ્રકમાં ભરેલી બકરાઓ હાઇવે પર પડ્યા હતા  સ્થાનિક લોકો એ બકરાની લૂંટ ચલાવી હતી
અકસ્માતમાં ડ્રાઈવરને ઈજા થતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ચીખલી પોલીસ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે  અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો

(8:11 pm IST)