Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કોરોના બાબતે કડકાઈ : ત્રણ સવારી બાઇક ઉપર ફરતા ત્રણ વિરુદ્ધ ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના સંક્રમણ અટકાવવા માટે સોસીયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક પહેરવા જેવી બાબતો માટે નર્મદા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં બાઈક ઉપર ત્રણ સવારી ફરતા ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગરુડેશ્વર પોલીસે એપેડેમીક ડીસીઝ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગરુડેશ્વર ના અકતેશ્વર ચોકડી પાસેથી બાઇક લઈ ત્રણ સવારી જઈ રહેલ ઋષિભાઈ રાજેશભાઈ તડવી રહે વાગડીયા,ચંપકભાઈ કરશનભાઈ તડવી રહે.ગોરા અને બાલુભાઈ ભયજીભાઈ તડવી રહે. મોટાપીપરિયા વિરુદ્ધ કોરોના મહામારી અન્વયે જાહેર નામા ભંગ બદલ ઇપીકો કલમ ૧૮૮ મુજબ ગરુડેશ્વર પો.સ્ટે. માં ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(5:49 pm IST)