Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

વડોદરાની કોવીડ-19 હોસ્પિટલમાંથી હત્યાના ગુનાહમાં ફરાર આરોપીને નડિયાદ એલસીબીએ નડિયાદ નજીકથી ઝડપી પાડ્યો

વડોદરા: શહેરની કોવિડ-૧૯ હોસ્પિટલમાંથી ફરાર હત્યાના ગુનાના આરોપીને આજે નડિયાદ એલસીબી પોલીસે નડિયાદ નજીકથી ઝડપી પાડયો છે. આરોપીને હત્યાના ગુનામાં વર્ષની કેદની સજા થઇ હતી. અને વડોદરાની જેલમાં સજા કાપી રહેલ હતો. આરોપીની અટક કરી તેને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

નડિયાદ ટાઉન પોલીસ મથકે બે વર્ષ અગાઉ  દિનેશ ઉર્ફે છોટુ રામખીલાડી યાદવ,રહે. કપુરપટ્ટી, તા.રામપુર,જી.જીવનપુર,થાના,યુપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. જેને વર્ષની સખત કેદની સજા અને ,૨૧,૦૦૦નો દંડની સજા ફરમાવવામાં આવી હતી. આરોપી વડોદરાની મધ્યસ્થ જેલમાં પાકા કેદી તરીકે ગત્ ૧૫ માર્ચ,૨૦૨૦થી સજા કાપી રહેલ હતો. દરમ્યાન ગત્ ૧૮ ઓગષ્ટ,૨૦૨૦ના રોજ વડોદરાના લાલબાગ વિસ્તારમાં આવેલ કોવિડ-૧૯ હોસ્પિટલમાંથી વહેલી સવારે ભાગી ગયો હતો. અંગે વડોદરા મકરપુરા પોલીસ મથકે ગુનો રજીસ્ટર થયો હતો

(6:46 pm IST)