Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ઇડરમાં શાળાના મેદાનમાં વૃક્ષોનું વાવેતર અસામાજિક તત્વોએ તોડી નાખતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો

ઇડર: શહેરમાં ૭૧મા વન મહોત્સવ પ્રસંગે સર પ્રતાપ હાઇસ્કૂલના મેદાનમાં વાવેતર કરાયેલા વૃક્ષોના જતન માટે મિશન ગ્રીન ઇડરની ટીમે લોકફાળા થકી તારનું ફેેન્સીંગ કરી આપ્યું હતું. ફેન્સીંગના તાર તથા થાંભલા વારંવાર કોઈ અસામાજિક ત્ત્વો તોડી નાખતા હોઈ શહેરના પર્યાવરણ પ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો છે. મામલે મિશન ગ્રીન ઇડરની ટીમના સભ્યોએ પોલીસમાં લેખિત રજૂઆત કરી આવા અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

ઇડરની સરપ્રતાપ હાઇસ્કૂલના મેદાનમાં ગત ૧૫મી ઑગસ્ટના રોજ ધારાસભ્ય હિતુ કનોડિયાની અધ્યક્ષતામાં ૭૧મા વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી. પ્રસંગે વાવેતર કરાયેલા વૃક્ષોના સંરક્ષણ તથા જતન માટે મિશન ગ્રીન ઇડરની ટીમે લોકફાળા થકી સિમેન્ટના થાંભલા લાવી આપી તારનું ફેન્સીંગ કરી આપ્યું હતું પરંતુ મિશન ગ્રીન ઇડરની ટીમનું કામ કોઈ અસામાજીક તત્વોને ગમ્યું નહોતુ જેને કારણે પ્રથમ ગત તા. ૩ના રોજ કેટલાક થાંભલા તથા તાર તોડી નંખાયા હતા તે વખતે ટીમના સભ્યોએ જાત મહેનત થકી તૂટેલા થાંભલા તથા તારનું રીપેરીંગ કામ કરી છોડને સંરક્ષણ પૂરૂ પાડયું હતું.

(6:49 pm IST)