Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

સુરતમાં બોગસ દસ્તાવેજોના આધારે 17 એકમોના નામે 2.27 કરોડથી વડુની લોન મેળવી ઠગાઈ આચરનાર આરોપીના જામીન અદાલતે નામંજૂર કર્યા

સુરત: શહેરમાં બેંક ઓફ બરોડાની નવયુગ કોલેજ શાખામાંથી બોગસ દસ્તાવેજોના આધારે 17એકમોના નામે 2.27 કરોડથી વધુ રકમની લોન ધિરાણ મેળવીને પરત નહીં કરી ગુનાઈત ઠગાઈ વિશ્વાસઘાતના કારસા બદલ સીઆઆઈડી ક્રાઈમે જેલભેગા કરેલા આરોપીના જામીનની માંગને કોર્ટે નકારી કાઢી છે.

બેંક ઓફ બરોડાના ફરીયાદી ચીફ મેનેજર સંજયકુમાર પ્રસાદે નવયુગ કોલેજ બેંક શાખામાં વર્ષ-2016થી 2017 દરમિયાન મુખ્ય આરોપી નિલેશ છગન વાઘેલા,વિજય હરજીવન મકવાણા સહિત કુલ 24 જેટલા આરોપીઓ વિરુધ્ધ મશીનરી લોન માટે બોગસ દસ્તાવેજો રજુ કરી2.27 કરોડની લોન મેળવી ગુનાઈત વિશ્વાસઘાતના કારસા બદલ સીઆઈડી ક્રાઈમમાં ગઈ તા.24 ઓગષ્ટના રોજ ફરિયાદ નોંધાવી હતી.

આરોપીઓએ એકબીજાના મેળા પિપણામાં ઝીરો મેક્ષ ઈન્ડસ્ટ્રીઝ,વી.એમ.એન્ટર પ્રાઈઝ વગેરે દ્વારા 17 જેટલી બોગસ પેઢીઓના નામે મશીનરીના ક્વોટેશન આપીને બેંકમાંથી લોન ધિરાણ તથા કેશ ક્રેડીટ વસુલવા સાથે સરકારમાંથી સબસીડી મેળવી 2.27 કરોડની ગુનાઈત વિશ્વાસઘાતનો કારસો રચ્યો હતો. કેસમાં સુરત સીઆઈડી ક્રાઈમે પાંચ જેટલા આરોપીઓ મૂળ ભાવનગર મહુવાના વતની નિલેશ છગન વાઘેલા (રે.ગાર્ડન વેલી,મોટા વરાછા)અમરેલી ખાંભાના વતની વિજય હરજી મકવાણા (રે.નંદનવન સોસાયટી,કતારગામ )હર્ષદ તથા તેના ભાઈ મયુર નારણ વસ્ત્રપરા (રે.ગાયત્રી પરિવાર સોસાયટી,કતારગામધારી અમરેલીના વતની  સંજય ખોખરીયા (રે.અંકુર સોસા.,વરાછા )ની ધરપકડ કરી જેલભેગા કર્યા છે.

(6:50 pm IST)