Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

વિધવા પેન્‍શનના લાભાર્થીઓની સંખ્‍યા ૧ાા લાખથી વધીને ૯ લાખે પહોંચી

વિજયભાઇની સંવેદનશીલ સરકાર દ્વારા ઉદારતા : ગંગા સ્‍વરૂપા નામકરણ : નિયમમાં સુધારો લાભાર્થીઓ માટે આર્શીવાદરૂપ : વિભાવરીબેન

રાજકોટ,તા. ૧૨: રાજ્‍ય સરકારના મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગ દ્વારા ચાલતી વિધવા પેન્‍શન સહાય યોજનાના લાભાર્થીઓની સંખ્‍યામાં છેલ્લા બે વર્ષમાં ધરખમ વધારો થયો છે. સરકારે નિયમમાં માનવતાવાદી સુધારો કરતા લાભાર્થીઓની સંખ્‍યા વધી છે. યોજનાને ગંગા સ્‍વરૂપા સહાય યોજના નામ અપાયું છે.

વિભાગના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે ૨૦૧૮માં ગુજરાતમાં ૧ાા લાખ વિધવા બહેનોને માસિક ૧ હજાર પેન્‍શન મળતુ હતું. ૧૮ વર્ષનો દીકરો હોય તેને પેન્‍શન ન મળે અથવા દીકરો ૧૮ વર્ષનો થાય એટલે પેન્‍શન બંધ થઇ જાય તેવી તે વખતે જોગવાઇ હતી. સંવેદનશીલ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ માનવતાની દ્રષ્‍ટિએ દીકરાની ૧૮ વર્ષની ઉંમરનો નિયમ રદ કર્યો. દીકરો ગમે તેટલી ઉંમરનો હોય તો પણ પેન્‍શન મળવાપાત્ર છે. તેવી જોગવાઇ કરતા છેલ્લા બે વર્ષમાં લાભાર્થી બહેનોની સંખ્‍યા ૧ાા લાભાથી વધીને ૯ લાખ જેટલી થઇ છે. તે વખતે માથાદિઠ માસિક રૂા. ૧ હજાર પેન્‍શન આપવામાં સરકારને વાર્ષિક રૂા. ૧૫૦ કરોડનો ખર્ચ હતો. અત્‍યારે માથાદિઠ રૂા. ૧૨૫૦ પેન્‍શન આપવાની વાર્ષિક ૧૩૫૦ કરોડ વપરાય છે. લાભાર્થીની સંખ્‍યા અને લાભની રકમ બન્‍ને માં વધારો થયો છે. મહિલા ઉત્‍કર્ષ માટે સરકાર કટીબધ્‍ધ છે.

(11:41 am IST)