Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

DYSP લેવલે મોટા ફેરફારોનો તખ્તો જરૂરી જ નહિ ફરજિયાતઃ તુર્તમાં જ હુકમ

નવનિયુકત ૨૧ અધિકારીઓ પૈકી ૨ બાકી રહેલ અધિકારીઓની તાલીમ આજે પૂર્ણ થાય છે : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના જાહેરનામા પહેલા જ ધડાકોઃ ઓર્ડર ન થાય તો આ અધિકારીઓના પગાર કયાં જિલ્લામાં કે શહેરમાં કરવા ? મોટી સમસ્યા સર્જાશે

રાજકોટ તા.૧૨ : રાજય પોલીસ તંત્રમાં પીઆઈ ના બદલી હુકમોને પગલે હવે DYSP લેવેલના અધિારીઓની બદલીઓ તુરત મા કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ થયેલ છે. અને આ હુકમો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના જાહેરનામા પહેલા જ જાહેર થશે તેમ જાણકારો માની રહ્યા છે.                                            

 સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ રાજ્ય પોલીસ તંત્રમાં ડાયરેકટ DYSP લેવલે કુલ ૨૧ અધિકારીઓ પસંદ થયેલ જે પૈકી અમદાવાદ રૂરલ ના એક મહિલા અધિકારી સહિત કુલ ૨ ની તાલીમ પણ આજે પૂર્ણ થતી હોવાથી તમામને પોષ્ટિગ આપવા પડશે.                                            

DYSP લેવલના આ ૨૧ અધિકારીઓને પોષ્ટિગ આપવા માટે સામે ખાલી જગ્યા બાદ કરતા તેટલીજ સંખ્યમાં ફેર બદલ કરવી પડે એ સ્વભાવીક બાબત છે. તાલીમ પૂર્ણ થયા બાદ તેવોનો પગાર કયા જિલ્લા કે શહેરમાં પાડવો? તે સમસ્યા થાય અને હવે અગાઉ જણાવ્યું તેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર નામુ તુરત બહાર પડનાર હોવાથી આ પ્રક્રિયા ઝડપથી હાથ ધરવા સાથે માટે પાયે ફેર બદલ ઓર્ડર ગમે ત્યારે ગૃહ ખાતા દ્વારા હાથ ધરાશે.

(4:23 pm IST)