Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

વડોદરામાં હોટલમાં ગ્રાહકોનું ઓનલાઇન રજીસ્ટર મેન્ટેન ન કરનાર ત્રણ સંચાલકોની પોલીસે ધરપકડ કરી

વડોદરા: શહેરમાં હોટલ અને લોજના સંચાલકો માટે ઓનલાઈન રજીસ્ટર મેઇન્ટેન કરવા માટેઆપેલી સુચનાઓનો બંધ કરના વધુ ત્રણ હોટલ સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આતંકવાદી પ્રવૃત્તિ તેમજ ગુનો આચરી હોટલોમાં આશ્રય લેતા ગુનેગારો પર નજર રાખવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા દરેક હોટલ અને લોજ ના સંચાલકો માટે સોફ્ટવેર માં ઓનલાઈન એન્ટ્રી કરવાની સૂચના આપવામાં આવી છે.

એસઓજી દ્વારા બાબતની કામગીરી કરવામાં આવતા ત્રણ સંચાલકો દ્વારા રજીસ્ટર મેન્ટેન કરવામાં નથી આવતું હોવાની વિગતો બહાર આવી હતી. જેના પગલે પોલીસે (1) સયાજીગંજ ની મહારાજા હોટેલ ના સંચાલક વલી ઈસ્માઈલભાઈ પઠાણ (રહે. ચાંદ પાર્ક સોસાયટી,તાંદલજા) (2) સયાજીગંજની ડીલક્ષ હોટલના યાહયા હુસેનભાઇ કડીવાલા (રહે કડીવાલા બિલ્ડીંગ,સયાજીગંજ) અને (3) લેરીપુરાની અન્નપુર્ણ યોજના મેનેજર અબ્બાસી ફકરૂદ્દીન ગોધરી વાલા (રહે વાડી, બદરી મોહલ્લા)સામે ગુનો નોંધી અટકાયત કરી હતી.

(5:50 pm IST)