Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ગાંધીનગર:આદિવાડા નજીક માલિકની નજર સમક્ષ ગઠિયો દોઢ લાખનો જથ્થો ભરેલ ગુટકાની બેગ લઇ રફુચક્કર

ગાંધીનગર:શહેરના આદિવાડા પાસે ગઈકાલે વેપારી કાર લઈને માલસામાન દુકાનદારને આપી રહયા હતો તે દરમ્યાન ગઠીયો ગુટકા અને પાનબીડી ભરેલી તેમની કાર લઈને નાસી છુટયો હતો. બાઈક ઉપર તેનો પીછો પણ કર્યો હતો. પરંતુ કાર લઈને તે ચિલોડા તરફ ભાગી ગયો હતો. જેથી સંદર્ભે સે-ર૧ પોલીસે .રપ લાખની કારરપ હજાર રોકડા અને દોઢ લાખનો સામાન મળી ચાર લાખની ચોરીનો ગુનો નોંધી ગઠીયાને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.

ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગઠીયા ટોળકી સક્રિય થઈ છે ત્યારે શહેરના સે-ર૬ કિસાનનગરમાં ૪ર/ ખાતે રહેતા સુરેશભાઈ પ્રહલાદભાઈ પ્રજાપતિ તેમની જીજે-૧૮-બીડી-૩૦૫૯ નંબરની કારમાં પાનબીડી અને સીગારેટ રાખી વેપારીઓને વેચાણ કરે છે ત્યારે ગઈકાલે તેઓ તેમની કાર લઈને આદિવાડા ખાતે વેપારીને માલ સામાન આપી રહયા હતા તે દરમ્યાન તેમની કાર એક ગઠીયો લઈને નીકળી ગયો હતો. જેથી સુરેશભાઈએ સંદર્ભે પોલીસ કંટ્રોલ રૃમને જાણ કરી હતી અને બાઈક ઉપર ગઠીયાનો પીછો કર્યો હતો. જે સે-૩૦ સર્કલ સુધી દેખાયો હતો અને ત્યાંથી ચિલોડા તરફ નાસી છુટયો હતો. ગઠીયો તેમના હાથ આવ્યો નહોતો પરંતુ તે સંદર્ભે સે-ર૧ પોલીસમાં જાણ કરતાં પોલીસે .રપ લાખની કારરપ હજાર રોકડા અને દોઢ લાખની કિંમતના સીગારેટ બીડી અને ગુટકાના જથ્થો મળી કુલ ચાર લાખની ચોરીનો ગુનો નોંધી ફરાર થઈ ગયેલા ગઠીયાને પકડી પાડવા દોડધામ શરૃ કરી હતી.

(5:53 pm IST)