Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ભાજપના યુવા મોરચા દ્વારા વિરમગામ અને માંડલ ખાતે બાઈક રેલી યોજાઈ

ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે બાઇક રેલીનું આયોજન કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે વિરમગામ તાલુકા અને શહેર યુવા મોરચા ભાજપ બાઈક રેલીનું વિરમગામ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિરમગામ વિધાનસભાના પ્રભારી પ્રભુભાઈ કો.પટેલ, પુર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા, પુર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપ  મહામંત્રી સુરેશભાઈ પટેલ, દિપકભાઈ પટેલ, રમેશભાઈ કોળીપટેલ, ઈન્ચાજે દિપકભાઈ ડોડીયા સહ ઈન્ચાર્જ  જીજ્ઞેશ સી હાડગરા , શહેર ઈન્ચાર્જ દિલીપભાઈ સી ઠકકર,  વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ  નરેશભાઈ શાહ,  વિક્રમજી ઠાકોર , હિતેશભાઈ મુનસરા સહિતના ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો જોડાયા હતા. ભાજપના યુવા મોરચા દ્વારા કાઢવામાં આવી બાઇકરેલી વિરમગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.
  અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાઇક રેલી મંડળના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. માંડલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો ઉપરાંત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર- જગદીશ રાવળ (ટ્રેન્ટ)

(7:35 pm IST)