Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

એસીપી પ્રદીપસિંહ જાડેજાએ લોક દરબારમાં તેમના સગા કે પાડોશી પણ વ્‍યાજ માફીયાઓનો ભોગ બન્‍યા હોય તો તેની વિગતો પણ જણાવવાનું કહેતા લોકો આફ્રિન

ગેરકાયદે વ્‍યાજ વસૂલતા વ્‍યાજખોરોના લાયસન્‍સ રદ થશેઃ સાવધાન મહા અભિયાનમાં ઈડી અને ઈન્‍કમટેકસ ગમે ત્‍યારે એન્‍ટ્રી કરવા રેડી. અકિલા સાથે અથ થી ઇતિ સુધીની વિગતો રેન્‍જ વડા અશોક કુમાર યાદવ વર્ણવે છે

રાજકોટ, તા.૧૨:  અમદાવાદમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવ દ્વારા સમગ્ર શહેર માટે વિવિધ ડીસીપીઓને વ્‍યાજ માફીયાઓ સામે કાર્યવાહી કરવા સુપ્રત કરેલ જવાબદારી અંતર્ગત સંયુકત પોલીસ કમિશનશ્રી સેકટર,૨ એમ.એસ . ભરાડાના નેતળત્‍વ હેઠળ ડીસીપી અશોક મુનીયા વિગેરે દ્વારા લોક દરબાર યોજી લોકોને જાગૃત કરવામાં આવેલ.                                      

વટવા પોલીસ મથક ખાતે એસીપી જે ડિવિઝન પ્રદીપસિંહ જાડેજા,એસીપી કે.ડિવિઝન મિલાપ પટેલ તથા મણીનગર પીઆઇ દીપક ઉનડકટ, ઈશનપૂર પોલીસ મથકના પીઆઇ ડી. ડી.ગોહિલ વિગેરે દ્વારા લોકોને કોઈ ડર વગર રજૂઆત કરવા જણાવતા લોકો દ્વારા મન મૂકીને રજૂઆત કરેલ.એસીપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા હાજર લોકોને તેમના પાડોશી અને સગા ભોગ બન્‍યા હોય તો તે માહિતી આપવા ઓફર કરતા જેની ખૂબ સારી અસર લોકો પર પાડેલ.

(3:38 pm IST)