Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

વડોદરામાં કરુણા અભિયાન:પ્રથમ દિવસે ‘1962’ એનિમલ  હેલ્પ લાઈનની ટીમે 19 ઘાયલ પક્ષીઓની સારવાર કરાઈ

પશુ-પક્ષીઓનો જીવ બચાવવા માટે વડોદરામાં એનિમલ હેલ્પલાઇન નંબર જાહેર

વડોદરા :સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા કરુણા અભિયાન નિમિત્તે વડોદરામાં પણ પક્ષી બચાવો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેથી મોટી સંખ્યમાં પશુ-પક્ષીઓના જીવ બચાવી શકાય છે 

  વડોદરામાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસની કરુણા એમ્બ્યુલન્સ અને ફરતા પશુ દવાખાનાના અનુભવી વેટેરનરી ડોક્ટર દ્વારા આજે પહેલા જ દિવસે 19 પક્ષીઓની સારવાર કરવામાં આવી છે.

  વડોદરામાં મકરપુરા, માંડવી ગેટ,સયાજી બાગ, બાળભવન ફોરેસ્ટ કચેરી, કલાદર્શન ચાર રસ્તા અને હરિનગર ચાર રસ્તા ગોત્રી સહિત પાંચ ફરતા પશુ દવાખાના અને બંને કરુણા એમ્બ્યુલન્સના વેટનરી ડોક્ટર ડો. ચિરાગ પરમાર ડો. મેઘા પટેલ , ડો.બીજલ ત્રિવેદી ડો.પાર્થ ગજ્જર , ડો. સતીશ પાટીદાર, ડો.પુષ્પેન્દ્ર પુવાર, ડો. પ્રજ્ઞા પ્રકાશ મિશ્રા, ડો. રવિ પટેલ અને તેમની ટીમ ભેગા મળીને કરુણા અભિયાનના પહેલા જ દિવસે ઘાયલ પક્ષીઓની સારવાર કરી તેમના જીવ બચવામાં મહત્વની ભૂમિકા ભજવી છે

  EMRI ગ્રીન હેલ્થ સર્વિસની કરુણા એમ્બ્યુલન્સ અને ફરતા પશુ દવાખાના દ્વારા આ માનવતા અને સેવાનું કાર્ય 20 જાન્યુઆરી સુધી ચાલશે.

(8:38 pm IST)