Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

રાજપીપળામાં હાહાકાર મચાવતી બાઈકર ગેંગના  છ બાઈક ચાલકોને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા

મોંઘીદાટ બાઈક લઈ મુખ્યમાર્ગ પર જાણે રેસ લગાવતા હોય તેમ બેફામ બાઈક લઈ જતા તત્વોનાં કારણે લોકોના જીવ તાળવે ચોંટયા બાદ હાલ રાહત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આમથી સમગ્ર ગુજરાતમાં બાઈકર ગેંગનો ત્રાસ વધ્યો છે જેમાં ખાસ કરીને મોટા શહેરોમાં આ આતંક વધુ જોવા મળે છે પરંતુ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા જેવા નાના શહેર માં પણ આ આતંક ઘણા લાંબા સમયથી ચાલતો હોય હાલમાં મુકાયેલા રાજપીપળા ટાઉન પીઆઈ આર.સી. ચૌધરીનાં ધ્યાન પર આ બાબત આવતા તેમણે આ આતંક નાબૂદ કરવા બીડું ઉપાડ્યું છે

જિલ્લા પોલીસ વડા પ્રશાંત સૂંબેનાં માર્ગદર્શન હેઠળ ટાઉન પીઆઈ ચૌધરીએ રાજપીપળા નાં મુખ્ય માર્ગો ઉપર રાત્રિ દરમિયાન મોંઘીદાટ બાઈક લઈ હવામાં ઉડતા અને લોકોના જીવ અધ્ધર કરતા કેટલાક બાઈક ચાલકો ને પકડવા ડ્રાઇવ રાખી પહેલા દિવસે જ છ બાઈક ચાલકોને મોંઘીદાટ બાઈક સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી જોકે હજુ કેટલાક બાઈકરો આ આતંક માં છે એ બાબતે ટાઉન પોલીસ તપાસ કરી બાકીના ને પકડવા બાઝ નજર રાખી રહી છે.ત્યારે આ આતંક તદ્દન નાબૂદ થાય તે દિશામાં પોલીસ કામ કરી રહી છે.

(10:18 pm IST)