Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

નર્મદા જિલ્લામાં યુવતી સાથે લગ્નની લાલચે ચાર  વર્ષ સુધી બળાત્કાર કરનાર યુવાને સામે ફરિયાદ

સાગબારાનાં જાવલી મુકામે લગ્નની લાલચે ચાર વર્ષ સુધી સારિરિક સંબંધ બાંધનાર સામે બળાત્કારનો ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના જાવલી ગામમાં લગ્નની લાલચે ચાર ચાર વર્ષ સુધી યુવતીને હવસનો શિકાર બનાવતા યુવાન સામે મહિલા પોલીસ મથક માં બળાત્કાર નો ગુનો નોંધાયો છે

પ્રાપ્ત માહિતી અનુસાર જાવલી ગામની એક યુવતી સાથે લગ્નની લાલચે ચાર વર્ષ સુધી પ્રેમસંબંધ રાખી સને- ૨૦૧૯-૨૦૨૦માં નિઝામપુરા વડોદરા ખાતે પતિ-પત્ની તરીકે ભાડાના મકાનમાં સાથે રાખી જાવલી મુકામે લઇ જઇ લગ્ન કરશે તેવો ભરોશો આપી યુવતીની મરજી વિરૂધ્ધ અવાર-નવાર બળાત્કાર કરેલ અને સને-૨૦૨૧ માં આ હવસખોર પ્રશાંતભાઇ અરવીંદભાઇ વલવી (રહે.જાવલી નિચલા ફળીયા) નાઓએ યુવતીને પોતાના ગામ જાવલી મુકામે લઇ આવેલ ત્યાં યુવતીએ પ્રશાંતને લગ્ન કરવા જણાવતા તેણે કહેલ કે હું અભ્યાસ પુરો કરી નોકરીએ લાગી જઈશ પછી લગ્ન કરીશુ તેમ કહી યુવતી સાથે તેઓની મરજી વિરુધ્ધ અવાર-નવાર શરીર સંબધ બાધી બળાત્કાર કરતા રાજપીપળા મહિલા પોલીસે ભોગ બનનાર યુવતીની ફરિયાદનાં આધારે પ્રશાંત વલવી સામે બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે.

(10:19 pm IST)