Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

અમદાવાદ મકરબા કોર્પોરેટ રોડ પાસે વૃદ્ધ દંપતીનો આપઘાતનો પ્રયાસ :પત્નીનું મોત: પતિ હોસ્પિટલમાં

આપઘાત કરતા પહેલા દંપતીએ આપઘાતને લઈને મેસેજ કર્યો :એક વર્ષ પૂર્વે જ અમેરિકાથી અમદાવાદ આવેલા દંપતીના આપઘાત કેસમાં પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદના મકરબા કોર્પોરેટ રોડ પાસે ફ્લેટમાં રહેતા વૃદ્ધ દંપતીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં પત્નીનું મોત થયું છે. જેમાં પતિને હોસ્પિટલમાં ખસેડાયા છે. આ કેસમાં આપઘાત કરતા પહેલા દંપતીએ આપઘાતને લઈને મેસેજ કર્યો હતો. જેમાં એક વર્ષ પૂર્વે જ અમેરિકાથી અમદાવાદ આવેલા દંપતીના આપઘાત કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે.

  આ સમગ્ર ઘટનાની વિગત મુજબ મકરબા પાસે આવેલા ઓરચીડ એક્ઝોટીકા એપાર્ટમેન્ટમાં વૃદ્ધ દંપતિએ પોતાના હાથ અને ગળામાં છરી વડે ગંભીર ઇજા પહોંચાડીને આપઘાતનો પ્રયાસ કર્યો. જેમાં 69 વર્ષના મહિલા ઉષા ભાઉનું મોત નીપજ્યું. જ્યારે 73 વર્ષના કિરણ ભાઉને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ સમગ્ર બનાવની જાણ થતા સરખેજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારણ જાણવા માટે પ્રયાસો હાથ ધર્યા છે..જ્યારે FSL અને અન્ય એક્સપર્ટ પાસેથી અભિપ્રાય મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.જેમાં કોર્પોરેટ રોડ નજીક આવેલા ઓરચીડ એક્ઝોટીકામાં વહેલી સવારે એક વૃદ્ધ દંપતી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો મેસેજ પોલીસ કંટ્રોલ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ પોલીસ ફ્લેટના સાતમા માળે પહોંચી ત્યારે કિરણભાઈ અને તેમના પત્ની ઉષાબેન લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા. જેમાં પોલીસ તપાસ કરતા આ દંપતીએ આપઘાત કરતા પહેલા પોતાના ભત્રીજા અને પારિવારિક ડોક્ટરને “સુસાઇડ” લખેલો વોટ્સએપ પર મેસેજ કર્યો હતો.

 

સવારે 7 વાગે મેસેજ મળતા ભત્રીજાએ પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસ અને ફાયર વિભાગ ધટના સ્થળે પહોંચી હતી. આ ફ્લેટનો દરવાજો બંધ હોવાથી દરવાજો તોડી તપાસ કરતા દંપતી લોહી લુહાણ હાલતમાં હતા.. આ બંને હોસ્પિટલમાં ખસેડાયા હતાં.જયાં ઉષાબેન મોત નીપજ્યું અને કિરણભાઈને સારવાર અર્થે છે. આ દંપતી અમેરીકાથી એક વર્ષ પહેલા જ અમદાવાદ આવ્યા હતા.

(10:32 pm IST)