Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ગુજરાત પોલીસની સૌથી સિનિયર અને નિવૃત ૩૩ વર્ષની પ્રેમીલાનું અવસાન : શોકની લાગણી

માઉન્ટેડ યુનિટની પ્રેમીલા ધાડ , લુંટ અને ચોરીના બનાવોને અટકાવવાના પેટ્રોલીંગમાં એની ચબરાક નજરોથી ભલભલા ગુનેગારો ભાગી જતાં

ગુજરાત પોલીસ તંત્રના માઉન્ટેડ યુનિટમાં સૌથી સિનિયર અને પંચમહાલ પોલીસ તંત્રના માઉન્ટેડ યુનિટમાં ઉત્તમ અને શ્રેષ્ઠ કામગીરીની ફરજો અદા કરનાર નિવૃત પ્રેમિલાનું ૩૩ વર્ષની વયે કુદરતી મૃત્યુ થતાં પોલીસ બેડામાં ભારે શોકમગ્ન લાગણી પ્રસરી જવા પામી હતી.

પ્રેમીલાની પુષ્પાજંલી અર્પણ કરીને ભારે હૈયે અંતિમ વિધિ કરવામાં આવી હતી. પંચમહાલ પોલીસ તંત્રના માઉન્ટેડ યુનિટના માત્ર ૦૪ વર્ષની થી ઉમરે દાખલ થયેલા. આ પ્રેમીલા મારવાડી અશ્વોની પ્રજાતિની બે (અબલખ) કલરમાં જેટલી મનમોહક દેખાતી હતી એટલી ચકોર અને ચબરાખ પણ હતી .

પંચમહાલ જિલ્લામાં સ્વાતંત્ર્ય અને પ્રજાસત્તાક દિનની ઉજવણીઓમાં અને પોલીસ અધિકારીઓના ઈન્સ્પેક્શનમાં સૌથી અગ્રસેર રહીને ઉત્તમ અને શ્રેષ્ઠ દેખાવો કરનાર આ માઉન્ટેડ યુનિટની પ્રેમીલા ધાડ , લુંટ અને ચોરીના બનાવોને અટકાવવાના પેટ્રોલીંગમાં એની ચબરાક નજરોથી ભલભલા ગુનેગારો ભાગી જતાં હતા .

ગુજરાત પોલીસ તંત્ર માઉન્ટેડ યુનિટના અંદાજે પ૦૦ ઉપરાંત અશ્વોની ફોજમાં સૌથી સિનિયર અને સ્ટેન્ડ પેકીંગ રોક જમ્પમાં સર્વ શ્રેષ્ઠ આ પ્રેમીલાને પણ હું ૨૦૧૨માં વય વર્યાદાના કારણે નિવૃત કરવામાં આવી હોવાનું માઉન્ટેડ યુનિટ ના પી.એસ.આઈ. એચ.આર.ચૌહાણ જણાવતાં કહ્યું હતું. પ્રેમીલાની ઉંચાઈ ૧૪.૦૫ ઈંચ સાથેનો એનો તરવરાટ એક ગર્વ સમાન દેખાતો હતો. જો કે વય મર્યાદાની નિવૃતિના આઠ વર્ષો બાદ શારિરીક અશક્તિ અને ઉંમર ના આધારે ગત સવારના રોજ ૩૩ વર્ષ ની પ્રેમીલાનું અવસાન થયું હોવાની ખબરો સાંભળતા વેંત પોલીસ હેડ ક્વાટર્સમાં શોકની લાગણીઓ પ્રસરી જવા પામી હતી.

પ્રેમીલાના કુદરતી મોત સંદર્ભમાં માઉન્ટેટ યુનિટના પી . એસ.આઈ. એચ.આર.ચૌહાણે ગોધરા એ ડિવીઝન પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ આપ્યા બાદ વ્હાલસોયી મૃતક પ્રેમીલાને પુષ્પાજંલિ અર્પણ કરીને ભારે હૈયે અંતિમ વિધી કરવામાં આવી હતી.

(9:55 pm IST)