Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ગુજરાત કેડરના પ્રવિણ સિંહા અને અતુલ કરવલ કેન્‍દ્રમાં ડી.જી. દરજજે એમપેનલ્‍ડ થયા

સીબીઆઈના ઈન્‍ચાર્જ વડા અને સીઆરપીએફના વડા સાથે સૌરાષ્‍ટ્રનો અનેરો નાતો : બંને અધિકારીઓ ગુજરાતના ગૌરવરૂપ ઓફીસરો છે

રાજકોટ, તા. ૧૧ : મુળ ગુજરાત કેડરના ૧૯૮૮ બેચના કેન્‍દ્રમાં ડેપ્‍યુટેશન ઉપર ફરજ બજાવતા બે સીનીયર આઈપીએસ અધિકારીઓને કેન્‍દ્રમાં ડીજીપી કક્ષાએ એમપેનલ્‍ડ કર્યાનું જાણવા મળે છે. સીબીઆઈમાં તાજેતરમાં જ તેઓને ઈન્‍ચાર્જ સીબીઆઈ વડા તરીકેનો ચાર્જ સુપ્રત થયો છે. તેવા શ્રી પ્રવિણસિંહાની કેન્‍દ્રએ ડી.જી.પી. દરજજે એમપેનલ્‍ડ કર્યા છે.

આ જ રીતે અર્ધલશ્‍કરી દળ એવા સીઆઈપીએફમાં ડેપ્‍યુટેશન પર ફરજ બજાવતા શ્રી અતુલ કરવલને પણ ડી.જી. દરજજે એમપેનલ્‍ડ કરવામાં આવ્‍યા છે.

દેશના ઈન્‍ચાર્જ સીબીઆઈ વડા એવા શ્રી પ્રવિણ સિંહાએ પોતાની કારકિર્દીનો મોરબીથી પ્રારંભ કરી જૂનાગઢ રેન્‍જ અને રાજકોટ રેન્‍જમાં આઈ.જી. દરજ્જે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. આ જ રીતે શ્રી અતુલ કરવલ પણ રાજકોટ રૂરલમાં એસ.પી. દરજજે પ્રશંસનીય ફરજ બજાવી ચૂકયા છે.

ઉકત બંને અધિકારીઓ ગુજરાતના ગૌરવરૂપ અધિકારી છે. આ ઉપરાંત બંને અધિકારીઓ ઉત્‍કૃષ્‍ઠ કારકિર્દી અને સ્‍વચ્‍છ છબી ધરાવતા અધિકારીઓ છે.

(10:27 pm IST)