Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ગોપાલપુરા ગામમાં ઘરના આંગણે મુકેલી 80 હજારની કિંમતની બુલેટની ચોરી થતા ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામમાંથી ઘર આંગણે મુકેલી બુલેટની કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા ફરિયાદ નોંધાઈ છે
  પ્રાપ્ત માહિતી અનુસાર ગોપાલપુરા ગામના હરેંદ્રસિંહ રણજીતસિંહ ગોહેલની ફ્રોયાદ અનુસાર તેમની રોયલ ઇન્ફીલ્ડ કમ્પનીની મોટર સાયકલ (બુલેટ ) નં.GJ.22.J -1217 જેની અંદાજીત કિં રૂ .૮૦,૦૦૦ તેમના ઘરના પાછળના ભાગે મુકેલ હતી જેનું સ્ટેરીંગ લોક તોડી કોઇ ચોર ચોરી કરી જતા રાજપીપળા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:38 pm IST)