Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ફુલવાડી ગામમાં નજીવી બાબતે એક વ્યક્તિને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકામાં આવેલા ફુલવાડી ગામમાં નજીવી બાબતે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
  પ્રાપ્ત માહિતી અનુસાર સુરેશભાઈ નટવરભાઈ તડવીની ફરિયાદ મુજબ ફુલવાડી ગામના બસ સ્ટેન્ડ નજીક રસ્તામાં તુલશીભાઈ માનસિંગભાઈ તડવી મળતા કહેવા લાગેલ કે તુ દશરથભાઈ રામસિંગભાઈ તડવી સાથે કેમ ફરે છે.જેથી તેમણે જણાવેલ કે દશરથભાઈ મારો મિત્ર થાય છે જેથી હું તેમની સાથે ફરૂ છુ તને શું વાંધો છે.તેમ કહેતા તુલસી ગમેતેમ ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડી વડે હાથમાં મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય રાજપીપળા પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:48 pm IST)