Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

જીતનગર ખાતેની જિલ્લા જેલમાં માનસિક આરોગ્ય કેમ્પ યોજાયો : 160 જેટલા કેદીઓએ લાભ લીધો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા :  તાલુકાના જીતનગર ખાતે આવેલી જિલ્લા જેલ, રાજપીપળા ખાતે માનસિક આરોગ્યના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 160 કરતા વધુ અલગ અલગ કેદીઓ જેઓના માનસિક આરોગ્ય માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલના માનસિક આરોગ્ય વિભાગના સાયકિયાટ્રીસ્ટ ડો.પ્રશાંત જરીવાલા, સાયકિયાટ્રિક નર્સ ડિમ્પલબેન તડવી તથા સાયકિયાટ્રિક સોશિયલ વર્કર સોહિલભાઈ કોઠારીએ આ કેમ્પને લગતી તમામ સેવાઓ પૂરી પાડી હતી.જેલના કેદીઓને માનસિક આરોગ્યને લગતી સેવા મળે તે માટે આ મહિનાથી કેમ્પ ચાલુ કરાયો હોય હવે દર મહિનાના બીજા અને ચોથા બુધવારે કેમ્પ ચાલુ રહેશે

(10:56 pm IST)