Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

આજથી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ : મંત્ર સાધના માટે શ્રેષ્ઠ

વર્ષમાં ચૈત્રી નવરાત્રી, શારદીય નવરાત્રી, શાકંભરી નવરાત્રી અને ર ગુપ્ત નવરાત્રી સાથે પ નવરાત્રી પર્વ મનાવાય છે

રાજકોટ, તા., ૧૨: આજથી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થયો છે. મંત્ર સાધના માટે શ્રેષ્ઠ છે.

વર્ષ દરમિયાન વર્ષમાં ચૈત્રી નવરાત્રિ, શારદીય નવરાત્રિ, બે ગુપ્ત નવરાત્રિ અને શાકંભરી નવરાત્રિ સાથે કુલ પાંચ નવરાત્રિના પર્વ મનાવવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિ અને શારદીય નવરાત્રિએ પ્રત્યક્ષ નવરાત્રિ હોવાથી સંસારિક જીવો માતાજીની કૃપા મેળવવા માટે રિદ્ઘિ, સિદ્ઘિ, સુખ સમૃદ્ઘિ, શકિતની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. બન્ને ગુપ્ત નવરાત્રિ તાંત્રિક સાધના, મંત્ર સાધના માટે કરવામાં આવે છે. ૧૨મી ફેબ્રુઆરી માઘ માસ સુદ એકમથી માઘ સુદ નવમી ૨૧મી ફેબ્રુઆરી સુધી ગુપ્ત નવરાત્રિ મનાવવામાં આવશે. મહા માસની ગુપ્ત નવરાત્રિને વાસંતિક નવરાત્રિ પણ કહે છે. આ મહા માસની ગુપ્ત નવરાત્રિના પ્રારંભે ૧૨મી ફેબ્રુઆરીથી સૂર્યનો કુંભ રાશિમાં પ્રવેશ થતો હોવાથી વરસો બાદ ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ અને સૂર્ય સંક્રાંતિનો સંયોગ બની રહ્યો છે.

ગુપ્ત નવરાત્રિમાં ઋષિમુનિઓ, સંન્યાસી, તાંત્રિકો, મંત્ર-તંત્ર સાધના સિદ્ઘિ માટે પૂજા કરે છે. તંત્ર સાધનાનું મહત્ત્વ ધરાવતી ગુપ્ત નવરાત્રિમાં મા દુર્ગાના ઁ દું દુર્ગાયૈ નમૅં મંત્રના જાપ કરવાથી સિદ્ઘિ પ્રાપ્ત થાય છે. આ નવરાત્રિ દરમિયાન વસંતપંચમી આવે છે. જેમાં વિદ્યા, બુદ્ઘિ માટે સરસ્વતીની સાધના કરવામાં આવે છે. આ નવરાત્રિ દરમિયાન મહા સુદ આઠમને દિવસે ૨૦મી ફેબ્રુઆરીએ ખોડિયાર જયંતિપણ છે.  ગુપ્ત નવરાત્રિ દરમિયાન ગ્રહોનું રાશિ પરિવર્તન અને અસ્તમાંથી ઉદય થતા હોવાથી આવનારો સમય શુભ, સુખ, શાંતિવાળો રહેશે.

(10:58 am IST)