Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ભરૂચમાં ભાજપે લઘુમતી સમાજના 31 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા: સૌથી વધુ ભરૂચ તાલુકામાં 8 મુસ્લિમોને ટીકીટ આપી

કોંગ્રેસ, બીટીપી અને ઓવૈસીની AIMIM ના ઉમેદવારો જાહેર કરવામાં બાકી

ભરૂચ :ભારતીય જનતા પાર્ટીએ ગત સાંજે ભરૂચ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 ન.પા ની બેઠકો માટે ઉમેદવારોની લિસ્ટ જાહેર કરવામાં આવી છે, જેમાં લઘુમતી સમાજના 31 જેટલા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે

ભાજપે સૌથી વધુ ભરૂચ તાલુકામાં 8 મુસ્લિમ ઉમેદવારોને ટીકીટ આપી છે બીજી તરફ હાંસોટ તાલુકામાં 1, વાલિયા તાલુકામાં 1, જંબુસર તાલુકામાં 2, આમોદ તાલુકામાં 3, અંકલેશ્વર તાલુકામાં 1, વાગરા તાલુકામાં 4 લઘુમતી ઉમેદવારોને ટીકીટ ફાળવી છે, નગરપાલીકામાં પણ ભરૂચ ન.પા માં 2, અંકલેશ્વર ન.પા માં 3, આમોદ ન.પા માં 1 તેમજ જિલ્લા પંચાયતની બેઠક પર 2 ઉમેદવારોને ટીકીટ ફાળવી કુલ 31 જેટલા મુસ્લિમ ઉમેદવારોના સહારે ભારતીય જનતા પાર્ટીની કેટલીય બેઠકો નિર્ભર થઈ છે.

કોંગ્રેસ, બીટીપી અને ઓવૈસીની AIMIM ના ઉમેદવારો જાહેર કરવામાં હજુ સુધી સત્તાવાર બાકી હોય અનેક એવી બેઠકો હશે જ્યાં મુસ્લિમ ઉમેદવારો વચ્ચે રસપ્રદ ચૂંટણીનો જંગ બની રહે તેવા એંધાણ આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળે તો નવાઈ નહિ, અને લોકચર્ચા મુજબ મતોનું ધ્રુવીકરણ ત્રીજા પક્ષ માટે લાભદાય નીવડે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી તેવું કેટલાય રાજકીય પંડિતોમાં ચર્ચાએ જોર પકડ્યું છે

(11:44 am IST)