Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ટેકાના ભાવે ચણાની ખરીદી ર૦ દિવસ મોડીઃ હવે ૮ માર્ચથી સરકાર ખરીદશે

રાજકોટ તા. ૧ર : રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી માટે ૧૬ ફેબ્રુઆરી નકકી થયેલ હવે તેમાં ફેરફાર થયા છે. સરકાર બન્ને ખેત ઉપજ ૮ માર્ચથી ખરીદશે.

આ વર્ષે ચણાનું પુષ્કળ ઉત્પાદન છે. ૩ લાખથી વધુ ખેડુતોએ ચણા વેચવા માટે નાગરીક પુરવઠા નિગમમાં ઓનલાઇન નોંધણી કરાવી છે ચણાનો પુરતો જથ્થો હજુ બજારમાં આવ્યો ન હોવાથી સરકારે ટેકાવાળી ખરીદી ૧૬ ફેબ્રુઆરીના બદલે ૮ માર્ચથી શરૂ કરવાનું નકકી કર્યુ છે. ખેડુત દિઠ કેટલા ચણા ખરીદાશે તે હજુ નકકી નથી ૮ માર્ચથી પ જુન સુધી ખરીદી થશે.

(4:31 pm IST)