Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

સમાજ સામે સાચી હકિકત આવે તે માટે શક્‍ય તેટલા તમામ પ્રયાસો કરીશુ, કોંગ્રેસે દગો કર્યો તેની ‘સત્‍યપત્ર'માં માહિતી આપીને જનતા સમક્ષ પહોંચાડીશુઃ ‘પાસ'નો આક્રોશ

સુરત: સુરતમાં કોંગ્રેસ અને પાસ વચ્ચેનો કકળાટ હજી શમ્યો નથી. તેના પર પાસ હવે કોંગ્રેસ સામે વધુ આક્રમક બન્યું છે. આવામાં પાસે સત્ય પત્ર જાહેર કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. આ સત્ય પત્ર જાહેર કરીને કોંગ્રેસે કઈ રીતે દગો કર્યો તેની માહિતી આપી છે. 'સત્ય પત્ર'માં પાસ દ્વારા વર્તમાન રાજકીય સ્થિતિનું વર્ણન કરાયું છે.

સુરતમાં 'સત્ય પત્ર' જાહેર કરીને પાસે કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિએ 'સત્ય પત્ર' બહાર પાડ્યું છે. જેમાં પાસે જણાવ્યું કે, આ સત્યપત્રને જનતા સમક્ષ પહોંચાડવામાં આવશે. સુરતની દરેક સોસાયટી સુધી અમે આ સત્ય પત્ર પહોંચાડીશું. દરેક પાટીદાર પ્રભાવી વિસ્તારો સુધી આ પત્ર પહોંચાડાશે. સત્ય પત્રમાં જે પણ વાત છે, તે હકીકત છે. પૂરાવા સાથે વાત કરવામાં આવી છે. સમાજ સામે સાચી હકીકત આવે તે માટે શક્યત તમામ પ્રયાસો કરીશું. કઈ રીતે કોંગ્રેસે દગો કર્યો તેની 'સત્ય પત્ર'માં માહિતી આપી છે.

આ 'સત્ય પત્ર'માં પાસે ગુજરાતની વર્તમાન રાજકીય સ્થિતિનું વર્ણન કર્યું છે. આ મામલે પાસના કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું કે, લોકો સત્યતાને જોઈ શકે તેવો પત્ર અમે બનાવ્યો છે. કોંગ્રેસે છેલ્લી ઘડી સુધી ટિકિટ આપવાની વાત કરી હતી. ઉમેદવારોએ જે-તે સમયે કહ્યું કે પક્ષ કરતા સમય મોટો છે. ફક્ત જ્યોતિ સોજીત્રાએ જ ફોર્મ પરત ખેંચ્યું છે. કોંગ્રેસે પાટીદાર સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે. 2015માં પાટીદારો થકી જ કોંગ્રેસના ઉમેદવારો ચૂંટાયા હતા. 2017ની ચૂંટણીમાં પણ 82 સીટ મેળવી હતી.

(5:11 pm IST)