Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

મહેસાણામાં ભાજપ તરફથી ટિકીટ ન મળતા પૂર્વ શહેર પ્રમુખ કૌશિક વ્‍યાસ રડી પડયાઃ અનેક કાર્યકરોમાં ભારે નારાજગી

મહેસાણા: નિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે નારાજગીનો દોર જોવા મળ્યો છે. ટિકિટ કપાતા અનેક કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી. જેમાં આ વખતે અનેક નેતાઓ રડતા જોવા મળ્યા હતા. ત્યારે જેમ જેમ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત થઈ રહી છે તેમ તેમ વધુને વધુ આવા કિસ્સા જોવા મળી રહ્યાં છે. આજે મહેસાણામાં ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં પોતાની ટિકિટ કપાતા શહેરના પૂર્વ પ્રમુખ જાહેરમાં રડી પડ્યા હતા. તેમના આંખમાંથી આસુ સરી પડ્યા હતા.

મહેસાણા ભાજપમાં ટિકિટ જાહેર થતા જ વિરોધનો દોર જોવા મળ્યો છે. ભાજપ યુવા મોરચા દ્વારા આયાતી ઉમેદવારોનો વિરોધ કરાયો હતો. તો આ વચ્ચે ભાજપના પાયાના કાર્યકર્તાઓની જ ટિકિટ કપાઈ હતી. પોતાની ટિકિત કપાતા મહેસાણા શહેરના ભાજપના પૂર્વ પ્રમુખ રડી પડ્યા હતા. પૂર્વ શહેર પ્રમુખ કૌશિકભાઈ વ્યાસ રડતા જોવા મળ્યા હતા. યુવા મોરચા દ્વારા રજૂઆત માટે પહોંચતા જ તેઓ રડી પડ્યા હતા. ટિકિટ ન મળ્યાનું દુખ દેખાઈ આવ્યું હતું.

તો બીજી તરફ, નારાજ થયેલા કાર્યકર્તાઓનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. યુવા મોરચાના કાર્યકરે ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી હતી. મહેસાણા શહેર યુવા મોરચા ભાજપના ઉપ પ્રમુખ અનિલ પટેલ અપક્ષ ઉમેદવારી કરશે. તો સાથે જ રાકેશ શાહ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવશે.

(5:12 pm IST)