Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

પાદરા તાલુકાના મુવાલ ગામે રસ્તો ઓળંગતા બાઇકને ટ્રકે હડફેટે લેતા ચાલકનું ઘટના સ્થળેજ મોત

પાદરા:તાલુકાના મુવાલ ગામે મોટા ફળિયામાં રહેતેા રમેશ જ્યંતિભાઇ પરમાર (..૩૫) ગત રાતે દોઢ વાગ્યે  બાઇક લઇને મુવાલ ચોકડીથી લોલા ગામ તરફ જતો  હતો.રોડ ઓળંગતા સમયે વડુ  ગામ તરફથી આવતા ટ્રક ચાલકે તેને અડફેટે લેતા તે રોડ  પર ફંગોળાયો હતો.અને ટ્રક તેની  પર ફરી વળી હતી.ટ્રક નજીકમાં આવેલી દુકાનમાં અથડાઇ હતી.અને અકસ્માત પછી ટ્રક ચાલક ટ્રક છોડીને સ્થળ પરથી ભાગી ગયો હતો.

ઇજાગ્રસ્ત રમેશને સારવાર માટે સૌપ્રથમ વડુ  સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.જ્યાંથી વધુ સારવાર માટે તેને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યુ હતુ.

જ્યારે અન્ય એક બનાવમાં કરજણ તાલુકાના બોડકા ગામે રહેતા જનકબેન ભદ્રસિંહ  પરમાર ગત ૭મી તારીખે બાઇકની પાછળ બેસીને જતા હતા.તે દરમિયાન તેમની સાડીનો છેડો બાઇકના પાછળના ટાયરમાં ભરાઇ જતા તેઓ રોડ પર પછડાયા હતા.અને માથામાં ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન તેમનું મોત થયુ છે.

(5:19 pm IST)