Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

વડોદરામાં છાણી કેનાલ નજીક સમાજના ડરથી યુવતીએ 6 મહિનાના ગર્ભને ઉકરડામાં ત્યજી દેતા અરેરાટી મચી જવા પામી

વડોદરા:ડિલિવરી પહેલા પોતાના મહિનાના ગર્ભને ઉકરડા નજીક ફેંકી દઇ તેના  પર રેતી નાંખી દેનાર મહિલા વિરૃદ્ધ  છાણી  પોલીસે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.

છાણી કેનાલ પાસે પોદાર સ્કૂલની પાછળ રહેતા ઇશ્વરભાઇ રાજુભાઇ ભરવાડ અલગ અલગ બેન્કમાં રિકવરીનું કામ કરે છે.આજે સવારે નવ વાગ્યે મારા ઘરની બાજુમાં આવેલા ખેતરમાં કામ કરતા હરિશભાઇ બાબરભાઇ પરમારે મારા ઘરે આવીને કહ્યું  હતું કે,ખેતર નજીક આવેલ ઉકરડા પાસે રેતીના ઢગલા પર તાજા જન્મેલા બાળકના માથાનો ભાગ દેખાય છે.જેથી,હું તેમની સાથે સ્થળ પર ગયા હતા.ત્યાં જઇને જોયું તો એક નવજાત શિશુનું માથું દેખાતુ હતું.અને તેના પર આજુબાજુથી રેતી લઇને નાંખી હોવાનું જણાઇ આવતુ હતું.જેથી,મેં ૧૦૮ ને ફોન કરતા એમ્બ્યુલન્સ આવી હતી.અને એમ્બ્યુલન્સના કર્મચારીએ તપાસ કરતા નવજાત સ્ત્રી શિશુનુ મહિનાનુ ગર્ભ હતુ. જેથી, કોઇ મહિલાએ પોતાના નવજાત શિશુને જન્મતા પહેલા તરછોડી દીધું હતું.અને તેના પર રેતી નાંખી દીધી હતી.ઉપરોકત ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને ગર્ભને ફેંકી  દેનાર મહિલાની શોધખોળ હાથ ધરી છે.પોલીસે છેલ્લા મહિના દરમિયાન સારવાર લેનાર મહિલાની શોધખોળ હાથ ધરવા હોસ્પિટલમાં તપાસ શરૃ કરી છે.

(5:19 pm IST)