Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

સુરતમાં આઈસીઆઈસીઆઈ બેંકમાં સોનાના ઢાળ ચડાવેલ ચેઇન લઇ લોન લેવા આવેલ ઠગને અધિકારીઓએ ઝડપી પોલીસ હવાલે કર્યા

સુરત:ઉત્રાણની ICICI બેંક શાખામાં સોનાનું ઢાળ ચડાવેલી ત્રણ ચેઇન લઇ ગોલ્ડ લોન લેવા આવનાર ઠગને બેંકના અધિકારીઓએ ઝડપી પાડી અમરોલી પોલીસને હવાલે કરતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્રાણની ICICI બેંક શાખામાં ગત રોજ મીત રાજેશ કમાણી (રહે. 303, શુકન રેસીડન્સી, પેડર રોડ, મોટા વરાછા) આવ્યો હતો. મીતે મેનેજર ભરત ભગવાન મોરડીયા (રહે. સી 404, રાધે રેસીડન્સી, મૌની ઇન્ટરનેશનલ સ્કુલની સામે, ઉત્રાણ) ને રૂબરૂ મળી ગોલ્ડ લોન લેવાની વાત કરી પુરાવા રૂપે આધારકાર્ડ રજુ કરી ત્રણ સોનાની ચેઇન બતાવી હતી

જેથી મેનેજરે બેંકના અધિકૃત સોની કિરીટ પ્રાણજીવન લાઠીગરા અને કૌશિક જ્યંતિ મકવાણાને બોલાવી સોનાની ચેઇન અંગે ખાત્રી કરાવી હતી. પરંતુ બંને સોની દ્વારા ત્રણેય ચેઇન સોનાનું ઢાળ ચડાવેલી હોવાનું જણાવ્યું હતું. જેથી મેનેજર ભરત મોરડીયાએ તુરંત બેંકના સિનીયર મેનેજર ભરત વ્રજલાલ પટેલને જાણ કર્યા બાદ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી

(5:20 pm IST)