Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

સુરતના ઉઘના વિસ્તારમાં આવેલ સોસાયટીમાં ચોરીના ઇરાદે આવેલ તસ્કરોએ 10 લાખ રોકડ સહીત 7 તોલા દાગીનાની ઉઠાંતરી કરતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

સુરત: શહેરના ઉધનામાં આવેલી કલ્યાણકુટીર સોસાયટીમાં રહેતા સંચા ખાતાના કારીગરના મકાનમાં મળસ્કે ચોરી કરવા ઘુસેલા અજાણ્યાએ તે સમયે બાથરૂમ જવા ઉઠેલા કારીગરે પ્રતિકાર કરતા હુમલો કર્યો હતો અને કબાટમાંથી રોકડા રૂ.10 લાખ અને થી સાત તોલા સોનાચાંદીના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા દોડી ગયેલી ઉધના પોલીસે તપાસ કરતા બનાવ અંગે શંકા ગઈ હતી. તેથી પોલીસે કારીગરની ઉલટતપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉધનાની કલ્યાણકુટીર સોસાયટીમાં રહેતા અને સંચા ખાતામાં કામ કરતા 41 વર્ષીય પરસોત્તમભાઈ સાહેબરાવ પાટીલના ઘરમાં આજે મળસ્કે ચાર વાગ્યે અજાણ્યો ચોરી કરવા ઘુસ્યો હતો. જોકે, તે સમયે પરસોત્તમભાઈ બાથરૂમ જવા માટે ઉઠતા ઘરમાં અજાણ્યાને જોઈ તેનો પ્રતિકાર કર્યો હતો. આથી અજાણ્યો તેમના ઉપર હુમલો કરી બેડરૂમમાં મુકેલા લાકડાના કબાટમાંથી હાલમાં મકાન વેચતા આવેલા અને નવાગામ ત્રિકમનગરમાં રહેતી બહેનને તેના ભાગના આપવા પરસોત્તમભાઈએ રાખેલા રોકડા રૂ.10 લાખ અને થી સાત તોલા સોનાચાંદીના દાગીના મળી લાખોની મત્તા લૂંટી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પરસોત્તમભાઈએ સવારે પોલીસને જાણ કરતા ઉધના પીઆઈ પોલીસ કાફલા સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.

(5:20 pm IST)