Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ગાંધીનગર નજીક અડાલજ પોલીસે મહેસાણા તરફથી આવતી કારનો પીછો કરી શેરથા પાસેથી 5.71 લાખના દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડયા

ગાંધીનગર:જિલ્લામાં વિદેશી દારૃની હેરાફેરી અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે અડાલજ પોલીસે મહેસાણા તરફથી આવતી કારનો પીછો કરીને તેને શેરથા પાસે ઝડપી પાડી હતી. જેમાંથી વિદેશી દારૃ અને બિયરનો મોટો જથ્થો ઝડપી લઈ કુલ .૭૧ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા જયારે દારૃ મોકલનાર રાજસ્થાનના ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહયો છે જયારે પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરી આવા દારૃ ભરેલા વાહનો પકડી રહી છે ત્યારે અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે જીજે-૦૧-આરબી-૦૦૫૧ નંબરની કાર મહેસાણા તરફથી આવી રહી છે અને તે અમદાવાદ જવાની છે જે બાતમીના પગલે પોલીસ ટીમે શેરથા કટ પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર આવતાં તેને ઉભો રહેવાનો ઈશારો કરતાં ચાલકે કાર ભગાડી મુકી હતી અને પોલીસે પીછો કરી ઝડપી લીધી હતી. જેમાંથી ચાલક રાહુલ ઉમેશસિંહ ખીંચી રહે.જાવરગાંવજિ.જોધપુર રાજસ્થાન અને તેની બાજુમાં બેઠેલા ગોમારામ ગોવર્ધનરામ જાટ રહે.બાવડી જી.બાડમેર રાજસ્થાનને ઝડપી પાડયા હતા. કારમાંથી વિદેશી દારૃની ૧૪૪ બોટલ અને બિયર ૧૪૪ મળી કાર અને દારૃ સાથે .૭૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જયારે દારૃ કયાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે બાબતે ઝડપાયેલા શખ્સોએ કબુલાત કરી હતી કે માઉન્ટ આબુ રોડ ઉપર વિનોદ સીંધીની માલીકીનો દારૃ છે અને તેના માણસ રાજેશ ચૌધરી અને અશોક પ્રજાપતિએ ભરી આપ્યો હતો જે અમદાવાદ અસલાલી ખાતે પહોંચાડવાનો હતો. જેના આધારે પોલીસે પાંચેય શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે.

(5:21 pm IST)