Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ઇડર પોલીસે બાતમીના આધારે પી.ટી.સી કોલેજ પાછળ મકાનમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે બે કારતુસ ઝડપી પાડયા

ઇડર:પોલીસે બાતમી આધારે પી.ટી.સી. કોલેજ પાછળ આવેલી એક મકાનમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા બે કારતુસ ઝડપી પાડતાં ચકચાર મચી ગઈ છે. ઘટના અંગે પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષી ઇડર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તેવામાં કોન્સ્ટેબલ જયરાજસિંહને બાતમી મળી હતી કેપી.ટી.સી. કોલેજ પાછળ આવેલા કષ્ટભંજન સોસાયટીમાં રહેતા જગદીશ નાથુજી ગુર્જર (રાજસ્થાનવાળા)ના ઘરે હાથ બનાવટની પિસ્તોલ છે. બાતમી બાદ પોલીસની ટીમે બાતમીવાળા ઘરમાં જઇ તલાશી હાથ ધરતાં પહેલા માળે આવેલી રૂમમાંથી દેશી હાથ બનાવટની પાસ-પરમીટ વિનાની પિસ્તોલ તથા બે કારતુસ મળી આવ્યા હતા.બાદમાં પોલીસે ઘટના અંગે આર્મસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

(5:21 pm IST)