Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

લાખણી તાલુકાના કમોડા ગામની યુવતીને ભરણપોષણ ન ચુકવતા પતિને અદાલતે 1257 દિવસની સજાની સુનવણી કરી

લાખણી: તાલુકાના કમોડા ગામની યુવતીને છેલ્લા ૭૦ માસથી પોતાનો પતિ ભરણપોષણ ચુકવતા યુવતીએ ભરણપોષણ મેળવવા માટે લાખણી કોર્ટમાં રજૂઆત કરતાં તેમજ તેનો પતિ કોર્ટમાં પણ હાજર રહેતા હોઈ કોર્ટે યુવકને ૧૨૫૮ દિવસની સખત કેદની સજાનો ચુકાદો આપ્યો હતો. જેથી કોર્ટનો અનાદર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

લાખણી તાલુકાના કમોડા ગામની પરણીતા ગીતાબેનલેબાભાઈ રબારી તથા તેમના બે સંતાનોને તેમનો પતિ મગનભાઈ ઉર્ફે રાજુ વશરામભાઈ રબારી (રહે. કમોડા તા. લાખણી) છેલ્લા ૭૦ માસથી કોર્ટ દ્વારા નક્કી કરાયેલ ભરણપોષણ ના રૂ. .૬૬ લાખ ચૂકવતો નહોતો. જેથી ગીતાબેને તેમના પતિ વિરુદ્ધ ચડેલ ભરણપોષણની રકમ મેળવવા માટે અરજી દાખલ કરી હતી. પરંતુ મગનભાઈ ઘણા લાંબા સમયથી લાખણી કોર્ટમાં હાજર રહેતા હોવાથી તેમજ કોર્ટના હુકમનો અનાદર કરતા હોઇ પોલીસે તેઓને પકડીને તારીખ ૧૦//૨૦૨૧ ના રોજ કોર્ટ સમક્ષ રજુ કરતાં લાખણી નામદાર કોર્ટે ૭૦ માસની ભરણપોષણની રકમ ચુકવતા મગનભાઈ વશરામભાઇને ૧૨૫૮ દિવસની સખત કેદની સજાનો હુકમ કરી જેલ હવાલે કર્યો હતો. જેથી પંથકમાં કોર્ટના ચુકાદા નો અનાદર કરતા તેમજ ભરણપોષણની રકમ ચૂકવતાં તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે

(5:22 pm IST)