Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

હિંમતનગર નજીક નવા બળવંતપુરા ગામે ભરબપોરે મહિલાના ઘરમાં ઘુસી એકલતાનો લાભ લઇ દુષ્કર્મ આચરી નરાધમ 1.10 લાખની કિંમતના દાગીના ચોરી રફુચક્કર થઇ જતા પોલીસ ફરિયાદ

હિંમતનગર:નજીક નવા બળવંતપુરા ગામે ભરબપોરે ઘરમાં પ્રવેશી મહિલાની એકલતાનો લાભ લઈ આરોપી બળજબરીથી શરીર સંબંધ બાંધી ઘરમાંથી રોકડ- દાગીના મળી રૂ. .૧૦ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

મહિલાએ ફરિયાગ નોંધાવી હતી જેમાં તા. ૧૭-૧૨-૨૦૨૦ના રોજ બપોરના બે વાગ્યાના સમયગાળા દરમિયાન આરોપીએ નવા બળવંતપુરા ગામે ઘરમાં પ્રવેશીને મહિલાની એકલતાનો લાભ લઈને તેણી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી ઘરમાંથી રોકડ- દાગીના મળી રૂ. .૧૦ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

ચોરીમાં રૂ. વીસ હજાર રોકડા અને રૂ. ૯૦,૦૦૦ના ત્રણ તોલાના દાગીનાનો સમાવેશ થાય છે. અંગે આરોપી આફતાબહુસેન ગુલામ હુક્કા (પોલો ગ્રાઉન્ડહિંમતનગર) વિરૃદ્ધ હિંમતનગર ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:22 pm IST)