Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

મહેસાણામાં બેફામ સ્પીડે આવતી કારે બાઇકને હડફેટે લેતા શખ્સનું સારવાર દરમ્યાન મોત

મહેસાણા:ગઇકાલે સાંજના સમયે ફાર્મ હાઉસથી નીકળી ગામમાં જવા નીકળેલા બાઇકચાલકને કારે ટક્કર મારી  તે ભાગી છુટયો હતોપરિજનો અવાજ સાંભળી દોડી આવી આધેડને જોતાં નાક - કાન અને મોઢામાંથી લોહી આવતું હોઇ તાત્કાલિક ૧૦૮ ને જાણ કરાઇ હતી ૧૦૮ ના તબીબે તેમને મૃત જાહેર કરતાં પરિજનો શોકમાં વ્યાપી ગયો છે. ઘટનાને લઇ મૃતકના પુત્રએ ફરાર કારચાલક સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.  

કડીના કરણનગરની સીમમાં અકસ્માતની ઘટના સામે આવી છે . જેમાં મંગલ મિલન ( યોગેશ્વર ) ફાર્મમાં મજુરી કરતાં બાબુભાઇ જીવાભાઇ દંતાણી ગઇકાલે ફાર્મ હાઉસથી કરણનગર ગામ તરફ જવા બાઇક લઇને સાંજના સમયે નિકળ્યાં હતા. દરમ્યાન ફાર્મહાઉસના દરવાજાની બહાર નિકળતાં અજાણ્યાં કારચાલકે તેમને અડફેટે લઇ ઘસેડયા હતા. પરિજનો અવાજ સાંભળી દોડી આવી કાર રોકવાનો પ્રયાસ કરતાં ચાલક કાર લઇને ફરાર થઇ ગયો છે . તરફ ગંભીર ઇજાઓને કારણે બાબુભાઇ દંતાણીનું ઘટનાસ્થળે મોત થયુ હતુ .

(5:22 pm IST)