Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

પાલનપુરના જુના લક્ષ્મીપુરા વિસ્તારમાં બનાવટી વસિયતનામું બનાવી બહેનને પોતાનો હક્ક જતો કરવા ધમકી આપનાર બે સગા ભાઈઓ વિરુદ્ધ ગુનો દાખલ

પાલનપુર:શહેરના જુના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા એક મૃતક ખેડૂતની મિલ્કતમાં સીધી લિટીની વારસદાર દીકરીનો હક્ક કમી કરવા માટે બે સગા ભાઇઓએ પિતાની ખોટી સહીવાળું બનાવટી વસિયતનામું બનાવી તેમાં બહેનને પોતાનો હક્ક જતો કરવા માટે સહી કરવા ધમકી આપતા પિતાની જમીનમાં બહેનનો હિસ્સો હડપ કરવાની ષડયંત્ર રચનાર બે સગા ભાઈઓ વિરુદ્ધ બહેને પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

જેમાં પાલનપુરના જુના લક્ષ્મીપુરામાં ઉમિયાનગર ભાગ -૧ માં રહેતા તેમના માધુભાઇ જોઇતાભાઇ પટેલનું કોરોનાના કારણે ગત ગત ઓગષ્ટ ૨૦૨૦ માં મરણ થયું હતું અને તેમના નામેં જુના લક્ષ્મીપુરા તેમજ સિદ્ધપુરના મધુપુરા ખાતે આવેલી જમીનમાં તેમના બે પુત્ર,માતા ગંગાબેન અને પુત્રી  તરીકે તેઓ સીધી લીટીના વારસદાર હતા તેમ છતાં તેમના બે ભાઈ જીતેન્દ્ર અને જયેશ પટેલે પિતાની મિલકતમાં બહેન નો હક્ક કમી કરવા માટે પાલનપુર મામલતદાર કચેરીમાં વસિયત નામું રજૂ કર્યું હતું. જેમાં ધમષ્ઠાબેનને વસિયતનામામાં પિતાની અલગ અલગ સહીને લઇ શંકા જતાં તેમજ પિતાની મિલકતમાં તેમનો હક્ક- હિસ્સો જતો કરવાનું લખાણ લખેલું હોઈ તેમના બે ભાઈએ પિતાની મિલ્કતમાંથી પોતાને બરતરફ કરવા માટેનો કારસો રચ્યો હોવાનું માલુમ પડતા તેમને સહી કરવાની ના પાડતા તેમના ભાઇઓ દ્વારા સહી નહિ કરે તો જીવતા નહિ રહો તેવી ધમકી આપતા બહેને પોતાના બે ભાઈ વિરુદ્ધ પિતાની મિલકત હડપ કરવા અંગે ફરિયાદ નોધાવતા ચકચાર મચી જવા પામી છે.

(5:23 pm IST)