Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

સાવધાન : ચૂંટણી પ્રચારમાં જોડાતા લોકો જો બેદરકારી રાખશે તો ભોગવવું પડશે પરિણામ

ચૂંટણી પ્રચારમાં જોડાતા તમામ લોકો ફરજિયાત માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટનનું પાલન કરે તેવી ડોક્ટરોની અપીલ

થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તબીબોએ ચિંતા વ્યકત કરી છે. રાજકીય પક્ષો પ્રચાર દરમિયાન સામાજિક અંતર જાળવે તેવી અપીલ કરવામાં આવી છે. સાથે સાવચેતીના પગલા તરીકે પ્રચારમાં જોડાતા તમામ લોકો માસ્ક ફરજિયાત પહેરવા અને સોશિયલ ડિસ્ટનનું પાલન કરવાનું કહ્યું છે. તબીબોનો મત છે કે, લોકોની બેદરકારીથી કોરોના વધી શકે છે

એક તરફ ડૉક્ટર્સ દ્વારા સાવચેતીની સૂચના આપવામાં આવી રહી છે ત્યારે સુરતમાં ભાજપના ઉમેદવારો આજે ફોર્મ ભરવા ગયા હતા અને કાયદાનો ભંગ કર્યો હતો. ઉત્સાહી કાર્યકરો, ઉમેદવારો અને અન્ય નેતાઓએ કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો. ઓલપાડમાં સાંસદ, ધારાસભ્યની હાજરીમાં માસ્ક, સામાજિક અંતરના ભંગ કરતા દેખાયા. પોતાના ઉમેદવારને ટેકો આપવા કાર્યકરોના ટોળાં ઊમટી પડ્યા હતા. ભાજપની સરકારમાં હોવા છતાં ભાજપના ઉમેદવારો અને નેતાઓ જ કાયદાનું પાલન કરતા નથી.

  અમદાવાદમાં પણ નેતાઓ દ્વારા પ્રચાર દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન થતું જોવા મળતું નથી. કોંગ્રેસ-ભાજપ દ્વારા હાલ પ્રચારની કામગીરી શરૂ થઈ ગઈ છે. જેમાં કોંગ્રેસના પણ કાર્યકરો વગર માસ્કે પ્રચાર કરતા નજરે ચડ્યા છે.

(6:53 pm IST)