Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

અમદાવાદની SVP હોસ્પિટલમાં એક વર્ષથી મા કાર્ડ યોજના બંધ : રેસીડેન્ટ ડોક્ટર્સ દ્વારા વિરોધ પ્રદર્શન

હોસ્પિટલમાં દર્દીઓ ખુબ ઓછા આવે છે અને રેસીડેન્ટ ડોક્ટર્સેની પ્રેક્ટીસ થતી નથી.

અમદાવાદ  મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની SVP હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોક્ટર્સે હોસ્પિટલ સત્તાધીશોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. રેસીડેન્ટ ડોક્ટરોએ હોસ્પિટલ બહાર બેસીને વિરોધ દર્શાવ્યો હતો. SVP હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી મા કાર્ડ સહીતની સરકારી યોજનાઓ બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓ ખુબ ઓછા આવે છે અને આ રેસીડેન્ટ ડોક્ટર્સેની પ્રેક્ટીસ થતી નથી. લાખો રૂપિયાની ફી ભરીને પણ અન્યાય થતા આખરે SVP હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોક્ટરોએ હોસ્પિટલ સત્તાધીશો સામે વિરોધ પ્રદર્શન પર ઉતર્યા છે.

SVP હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી મા કાર્ડ સહીતની સરકારી યોજનાઓ બંધ હોવાથી દર્દીઓને પણ નુકસાન થઇ રહ્યું છે. આ યોજનાઓના લાભ ન મળતા ગરીબ દર્દીઓએ નાણા ચૂકવીને વિવિધ ઉપચાર અને સેવાઓ લેવી પડે છે

(7:16 pm IST)