Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ભાજપના ચૂંટણી પ્રચાર માટે 42 પ્રકારની પ્રચાર સામગ્રી તૈયાર : 24 પ્રકારના પોકેટ કાર્ડ બનાવાયા

મહિલાઓ માટે અલગ પ્રકારની સામગ્રીમાં બક્કલ, નેકલેસ, હેર ક્લિપ અને સાડી ક્લિપનો સમાવેશ

અમદાવાદ : ગુજરાતમા ભાજપે ચૂંટણી પ્રચાર માટે 42 પ્રકારની પ્રચાર સામગ્રીઓ બનાવી છે. જેમાં ભાજપે 24 પ્રકારના પોકેટ કાર્ડ બનાવાયા છે. તેમજ અલગ અલગ વર્ગ માટે પત્રિકાઓ બનાવવામાં આવી છે. આ ઉપરાંત બાઇક રેલી માટે ખાસ ફ્લેગ બનાવવામાં આવ્યા છે. જેમાં ચૂંટણીના દિવસ માટે બુથ કીટનો પણ તેમાં સમાવેશ થાય છે. આ ચૂંટણી સામગ્રીનું ડિસ્પ્લે ગાંધીનગર કમલમ ખાતે ગોઠવવામાં આવ્યું છે.

મહિલાઓ માટે અલગ પ્રકારની સામગ્રી બનાવવામાં આવી છે. જેમાં બક્કલ, નેકલેસ, હેર ક્લિપ અને સાડી ક્લિપનો સમાવેશ થાય છે. કોરોના કાળ દરમ્યાન તકેદારીના ભાગરૂપે માસ્કનો પણ ચુંટણી પ્રચાર સામગ્રીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

(7:18 pm IST)