Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

પુત્રીના જન્મ દિવસની ઉજવણી ધરાસણા ચિલ્ડ્રન હોમમાં કરી

ડુંગરામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા ઋતુરાજસિંહ કિરીટસિંહ ઝાલાના પુત્રી દિવ્યાંજલીબા ઋતુરાજસિંહ ઝાલાએ 4 વર્ષ પૂર્ણ કરી 5માં વર્ષમાં પ્રવેશ કર્યો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના જિલ્લામાં સ્થાયી થયેલા અને પોલીસકર્મીએ પોતાની પુત્રીના પાંચમા જન્મ દિવસની ઉજવણી ધરાસણી ચિલ્ડ્રન હોમમાં કરી હતી.
વાપીના ડુંગરામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા ઋતુરાજસિંહ કિરીટસિંહ ઝાલાના પુત્રી દિવ્યાંજલીબા ઋતુરાજસિંહ ઝાલાએ આજરોજ 4 વર્ષ પૂર્ણ કરી 5માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો. પુત્રીના જન્મદિવસના આ ખુશીના દિવસે તેમણે ઉજવણીનો ખોટો ખર્ચ બંધ કરી તેની ઉજવણી ધરાસણા ચિલ્ડ્રન હોમના અનાથ બાળકો સાથે કરી હતી. તેમની સાથે ભોજન કરાવ્યું હતુ. આ પ્રસંગે તેમના ધર્મપત્ની અને દિવ્યાંજલીબાના માતા પાથૈશ્વરીબા ઋતુરાજસિંહ ઝાલા, પોલીસકર્મી ઋતુરાજસિંહના માતા હર્ષાબા કિરિટસિંહ ઝાલા અને બર્થડે ગર્લના ફોઇ રજનીબા દશરથસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

(8:07 pm IST)