Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

મોડાસા ન.પા,ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારે ડિપોઝીટ પેટે બે હજારના સિક્કા જમા કરાવ્યા

લોકો અપક્ષ ઉમેદવારની નોંધ લે તે માટે પરચુરણ લઈ ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા

મોડાસા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યૂગલ વાગી ચૂક્યા છે.મોડાસા નગરપાલિકાની ચૂંટણી  ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોમાં ફોર્મ ભરવા પડાપડી થઇ હતી મોડાસા નગરપાલિકામાં અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે ત્યારે મોડાસા નગરપાલિકામાં અપક્ષ ઉમેદવાર તરફ લોકોનું ધ્યાન કેન્દ્રીત થાય તે માટે વોર્ડ.નં૧ ના ઉમેદવારી નોંધાવનાર જયેશ શાહ ડીપોઝીટ પેટે ૨ હજાર રૂપિયાના સિક્કા જમા કરાવતા તેને જોઈને અધિકારીઓ આશ્ચર્યમાં મુકાયા હતા.

અપક્ષ ઉમેદવારી કરનાર જયેશ શાહએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરતા સમયે અપક્ષ ઉમેદવારની નોંધ લેવાતી નથી ત્યારે લોકો અપક્ષ ઉમેદવારની નોંધ લે તે માટે પરચુરણ લઈ ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હોવાનું જણાવ્યું હતું અને તેમના વોર્ડમાં વિકાસના કામો કરવા અપક્ષ ઉમેદવારી નોંધાવી હોવાનું જણાવ્યું હતું અપક્ષ ઉમેદવાર ડિપોઝીટ પેટે પરચુરણ લઇ પહોંચતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

(9:54 pm IST)