Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

આમલેથા પો.સ્ટે.ના વિસ્તારમાંથી નાસતા ફરતા આરોપીને આમલેથા તેના ઘરમાંથી ઝડપી પાડતી SOG,નર્મદા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા તેઓના રહેણાંક તથા આશ્રયસ્થાનો પર તપાસ કરી આરોપીઓને ઝડપી પાડવા બાબતે પોલીસ ઈસ્પેકટર કે.ડી.જાટ એસ. ઓ. જી. શાખા નર્મદાએ એસ.ઓ.જી.સ્ટાફના માણસોને સુચના આપતા તે આધારે આમલેથા પો.સ્ટે.ના ગુનામાં નાસતો ફરતો અક્ષયભાઈ શાંતીલાલ તડવી( રહે.વેરાઈ ફળીયુ આમલેથા તા.નાંદોદ) ને આમલેથા પોતાના ધરેથી પકડી પાડી વધુ કાર્યવાહી માટે આમલેથા પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે.

(10:30 pm IST)