Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

વડીયા જકાતનાકા પાસેના રાજતિલક કોપ્લેક્ષ નજીક પાર્ક કરેલી કારનો કાચ તોડી 1.90 લાખ રોકડ ની ચોરી થી ચકચાર

ભરચક હાઇવે માર્ગ ઉપરથી ભર બપોરે પાર્ક કરેલી કારનો કાચ તોડી અજાણ્યો વ્યક્તિ રોકડ રકમ અને જરૂરી દસ્તાવેજો મુકેલી બેગ ઉઠાવી ગયો : રાજપીપળા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ જોયા પણ હજુ સુધી કોઈ ચોર હાથ લાગ્યો નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના વડિયા જકાતનાકા પાસે આવેલા રાજ તિલક કોમ્પ્લેક્ષ પાસે પાર્ક કરેલી કેટા ગાડીમા પાછળની સાઈડ પર મુકેલી લેધરની ઓફીસ બેગમાં રોકડા રૂપિયા ૧.૯૦.૦૦૦ તથા અલગ અલગ ગાડીની ઓરીઝનલ આર.સી.બુક, ઈસ્યોરન્સની નકલો, બેંક ખાતાની ચેક બુકો,એટીએમ કાર્ડ, પાસબુકો,આધાર કાર્ડ પાન કાર્ડ ચુંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ તથા અન્ય ડોકયુમેન્ટ મુકેલ હતા જે બેગ કોઈ અજાણ્યો વ્યક્તિ ગાડીના કાચ તોડી તેમાંથી ચોરી કરી લઇ પલાયન થઈ જતા હરદિપપાલસિંહ અનિરુદ્ધસિંહ ગોહિલ રહે.ગોપાલપુરા એ રાજપીપળા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા ચોરીની શોધખોળ માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જોકે હજુ સુધી આ ઘટનામાં કોઈ ચોર ઝડપાયો નથી માટે પોલીસ તપાસ કરી રહી છે.

(10:39 pm IST)