Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે ૫ દિવસમાં કુલ-૯૮ ઉમેદવારોએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી

પ્રથમ દિવસે-૩,બીજા દિવસે-૧૧ ત્રીજા દિવસે-૧૪ અને ચોથા દિવસે-૧૭ અને પાંચમા દિવસે-૫૩ મળી કુલ-૯૮ ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉનડાઉન શરૂ થઈ ગયું  છે. નર્મદા જિલ્લાની રાજપીપળા નગર પાલિકામાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી જેમાં પ્રથમ દિવસે 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા બીજા બીજા દિવસે 11 ઉમેદવારો ત્રીજા દિવસે 14 ચોથા દિવસે 17 ઉમેદવારો જ્યારે શુક્રવારે પાંચમા દિવસે-૫૩ ઉમેદવારો મળી છેલ્લા પાંચ દિવસમાં કુલ-૯૮ ઉમેદવારોએ ફોર્મ ભર્યા ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હોવાનું રાજપીપળા નગરપાલિકાના મુખ્ય ચૂંટણી અધિકારી કે.ડી.ભગતે માહિતી આપતા જણાવ્યું હતું. સાથે સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 ફેબ્રુઆરી હોય આ અંતિમ દિવસે બપોરે 3.30 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે ત્યારબાદ ચકાસણી કરાશે.

(10:50 pm IST)