Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

કાલથી અમદાવાદમાં AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારીશ પઠાણ બે દિ'ની મુલાકાતે:પાર્ટીનો પ્રચાર -પ્રસાર કરશે

કેટલાક મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જનસભા અને પેદલ યાત્રા કરશે

અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં પાર્ટીના પ્રચાર-પ્રસાર માટે AIMIMના રાષ્ટ્રીય પ્રવક્તા વારીશ પઠાણ અમદાવાદની બે દિવસીય મુલાકાત માટે આવશે. અમદાવાદમાં 13 અને 14મી ફેબ્રુઆરીના રોજ પાર્ટીનો પ્રચાર – પ્રસાર કરશે

AIMIMના અધ્યક્ષ અસદદુદિન ઓવેસીએ પાર્ટીના પ્રચાર – પ્રસાર માટે વારીશ પઠાણને બે દિવસ માટે અમદાવાદ જવાનો નિર્દેશ કર્યો છે. વારીશ પઠાણ બે દિવસની અમદાવાદ યાત્રામાં કેટલાક મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં જનસભા અને પેદલ યાત્રા કરશે. AIMIM અમદાવાદ મહાનગરપાલિકા માટે 6 વોર્ડમાંથી 21 ઉમેડવારોને ટીકીટ આપી છે.

AIMIMના અધ્યક્ષ અસદદુદિન ઓવેસીએ 7મી ફેબ્રુઆરીના રોજ રિવર ફ્રન્ટ ખાતેની જનસભામાં કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ એકબીજાના મામા – ભાણેજ છે. નોંધનીય છે કે કોંગ્રેસે AIMIM પર BJPની બી-ટીમ હોવાનો આક્ષેપ કર્યો હતો. ઓવેસીએ કહ્યું હતું કે 2002ના કોમી તોફાનો દરમિયાન હૈદરાબાદથી 25 ડોક્ટરોને લઈને અમદાવાદની શાહઆલમ દરગાહમાં ચાલતા રિલીફ કેમ્પમાં મદદ માટે હાજરી આપી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે ઓવેસીની AIMIM પાર્ટી ગુજરાતમાં અમદાવાદ કેટલીક બેઠકો પર ચૂંટણી લડી રહી છે. પાર્ટીએ પૂર્વ ધારાસભ્ય સબીર કાબલીવાલાને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. ઓવેસીની મુલાકાત પહેલા ઓરણગાબાદના સાંસદ – ઈમ્તિયાઝ જલીલ અને રાષ્ટ્રીય પ્રવક્તા – વારીશ પઠાણે પણ ગુજરાતની મુલાકાત લીધી હતી.

(12:14 am IST)