Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

રાજ્યના સ્મશાનગૃહના આવા કર્મચારીઓને કોરોના વોરિયર્સના મળવાપાત્ર લાભ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય

કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂપિયા 25 લાખની સહાય પણ રાજ્ય સરકાર આપશે; કોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં અદના કર્મચારીઓ સહિત સ્મશાનગૃહના કર્મચારીઓની પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં તેમની કપરી સેવા- કામગીરીને ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય કોર કમિટીની બેઠકમાં કર્યો છે.

મુખ્યમંત્રીએ સ્મશાનગૃહના આવા કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને પણ રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે
 વિજયભાઈ રૂપાણીએ આ અદના કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવીને એવો પણ નિર્ણય કર્યો છે કે સ્મશાનગૃહમાં ફરજ બજાવતા આવા કોઈ કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂપિયા 25 લાખની સહાય પણ રાજ્ય સરકાર આપશે.

(7:59 pm IST)