Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી  પેટ્રોલ ડીઝલ ના વધી રહેલા ભાવના વિરોધમાં જાહેર દેખાવો અને સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ દેશભરમાં પેટ્રોલ ડીઝલ ના ભાવ રોજેરોજ વધી રહ્યા છે કેટલાક શહેરોમાં પેટ્રોલ સો રૂપિયાને પાર પહોંચી ગયું છે અને તેને કારણે મોંઘવારી વધી રહી છે અને ગરીબ તેમજ મધ્ય્મ વર્ગ ની પ્રજા મોંઘવારીમાં ભિંસાઈ છે ત્યારે પ્રજા ની તરફેણમાં કોંગ્રેસે દેશભરમાં જાહેર કરેલ વિરોધ કાર્યક્રમ હેઠળ શુક્રવારે રાજપીપળા રાજરોક્ષી પેટ્રોલ પમ્પ પાસે નર્મદા જિલ્લા કોંગ્રેસે પણ જાહેર માર્ગ પર બેનરો દેખાડી ભાજપ સરકાર વિરુદ્ધ દેખાવો કરી સુત્રોચાર કર્યા હતા આ કાર્યક્રમ માં ધારાસભ્ય પી ડી વસાવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદ સહીત કોંગી નેતાઓ જિલ્લા તાલુકા પંચાયત તેમજ નગર પાલિકાના સભ્યો અને વિરોધ પક્ષના નેતાઓ જોડાયા હતા.

(11:52 pm IST)